Western Times News

Gujarati News

ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી જયપુરમાં કરશે દ્વિપક્ષીય મંત્રણા

નવી દિલ્હી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે ૩ઃ૧૫ થી ૫ઃ૧૫ દરમિયાન ઈમેન્યુઅલ મેક્રોન, આમેર કિલ્લાની મુલાકાત લેશે. આ પછી રાષ્ટ્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદીને મળશે.

જયપુરના જંતર-મંતર પર રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવી રહ્યા છે. તેઓ આવતીકાલ ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે જયપુરમાં હશે.

આ દરમિયાન પીએમ મોદી મેક્રોન સાથે રોડ શો કરશે. આ રોડ શો જયપુરના ત્રિપોલિયા ગેટથી સાંગાનેરી ગેટ સુધી થશે. મળતી માહિતી મુજબ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત મુલાકાત ઐતિહાસિક બનવા જઈ રહી છે.

મેક્રોન અને પીએમ મોદી જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ફ્રાન્સ સૈન્ય ઔદ્યોગિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે. આમાં ભારતમાં સૈન્ય ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાસને રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ સતત બેઠકો કરી રહ્યા છે. જયપુરની મુલાકાત દરમિયાન મેક્રોન ઘણા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિના સન્માનમાં સિટી પેલેસ ખાતે શાહી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિટી પેલેસ રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારીનું ઘર છે. તેમાં એક રાજવી મ્યુઝિયમ પણ છે. જયપુર અને આમેરના ભવ્ય ઈતિહાસના ચિહ્નો અહીં રાખવામાં આવ્યા છે. જયપુર બાદ રાષ્ટ્રપતિ મેક્રોન દિલ્હી પહોંચશે. અહીં તેઓ ૨૬ જાન્યુઆરીએ ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.