Western Times News

Gujarati News

કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવશે

  • નેતા બે વખત બિહારના મુખ્યમંત્રી હતા
  • ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે ૨૪ જાન્યુઆરીએ ૧૦૦મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી. એવામાં જાણીએ કે ભારત રત્ન આપવાની શરુઆત કોણે કરી અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ભારત રત્ન આપવાની શરૂઆત ૧૯૫૪માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત બે વિદેશી નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

 

 

જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ જ વર્ષમાં ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન, અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરી હોય તેવા મહાન વ્યક્તિત્વને આ સન્માન આપવામાં આવે છે. જાે કે બાદમાં રમતગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જાેગવાઈ કરવામાં આવી હતી.

 

 

ભારત રત્નથી સન્માનિત મહાનુભાવો
– પ્રણવ મુખર્જી (૨૦૧૯)
– ભૂપેન હજારિકા (૨૦૧૯)
– નાનાજી દેશમુખ (૨૦૧૯)
– મદન મોહન માલવિયા (૨૦૧૫)
– અટલ બિહારી વાજપેયી (૨૦૧૫)
– સચિન તેંડુલકર (૨૦૧૪)
– સીએનઆર રાવ (૨૦૧૪)
– પંડિત ભીમસેન જાેશી (૨૦૦૮)
– લતા દીનાનાથ મંગેશકર (૨૦૦૧)
– ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (૨૦૦૧)
– પ્રો. અમર્ત્ય સેન (૧૯૯૯)
– લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ (૧૯૯૯)
– લોકનાયક જયપ્રકાશ નારાયણ (૧૯૯૯)
– પંડિત રવિશંકર (૧૯૯૯)
– ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
– મદુરાઈ સન્મુખા દિવુ સુબ્બુલક્ષ્મી (૧૯૯૮)
– ડૉ. અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (૧૯૯૭)
– અરુણા અસફ અલી (૧૯૯૭)
– ગુલઝારી લાલ નંદા (૧૯૯૭)
– જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (૧૯૯૨)
– મૌલાના અબુલ કલામ આઝાદ (૧૯૯૨)
– સત્યજીત રે (૧૯૯૨)
– રાજીવ ગાંધી (૧૯૯૧)
– સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧)
– ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૯૯૦)
– ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા (૧૯૯૦)
– મરુદુર ગોપાલન રામચંદ્રન (૧૯૮૮)
– ખાન અબ્દુલ ગફાર ખાન (૧૯૮૭)
– આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)
– મધર ટેરેસા (૧૯૮૦)
– કુમારસ્વામી કામરાજ (૧૯૭૬)
– વરાહગીરી વેંકટ ગીરી (૧૯૭૫)
– ઇન્દિરા ગાંધી (૧૯૭૧)
– લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬)
– ડૉ. પાંડુરંગ વામન કાણે (૧૯૬૩)
– ડો. ઝાકિર હુસૈન (૧૯૬૩)
– ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨)
– ડૉ. બિધાનચંદ્ર રોય (૧૯૬૧)
– પુરુષોત્તમ દાસ ટંડન (૧૯૬૧)
– ડૉ. ધોંડે કેશવ કર્વે (૧૯૫૮)
– પં. ગોવિંદ બલ્લભ પંત (૧૯૫૭)
– ડૉ. ભગવાન દાસ (૧૯૫૫)
– જવાહરલાલ નેહરુ (૧૯૫૫)
– ડૉ. મોક્ષગુંડમ વિવેશ્વરાય (૧૯૫૫)
– ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૫૪)
– ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (૧૯૫૪)
– ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪)
કર્પૂરી ઠાકુરનો પરિચય : કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. ૧૯૪૦માં પટણાથી મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યા હતા.

તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું, ત્યારબાદ તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને ૧૯૪૨માં ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.

વર્ષ ૧૯૪૫માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર સમાજવાદી આંદોલનના ચહેરા બની ગયા હતા. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદ થવા ઉપરાંત દલિતો, પછાત અને વંચિતોને પણ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપવા સમાજની અંદરના જાતીય તેમજ સામાજિક ભેદભાવને દુર કરવાનો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.