Western Times News

Gujarati News

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં વિવિધ કાયક્રમો યોજાયા

(પ્રતિનિધિ) મોડાસા, ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૮માં સૌપ્રથમ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ભારતમાં ૧૬મો રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૪ મનાવવામાં આવ્યો છે.રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ બાળકીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે.

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ સિદ્ધીઓ મેળવનાર અને અન્ય વિભાગો માથી પ્રસિદ્ધિ મેળવનાર દિકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી

જેમાં તેજસ્વીની જિલ્લા પંચાયત યોજવામાં આવી જે અંતર્ગત બાલિકાઓએ સમાજના મહિલાઓમાં પ્રશ્નો અને અન્ય પડતી મુશ્કેલીઓ તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી અને પોતાના વિચારો જણાવ્યા જેમાં જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આ ચર્ચામાં ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો અને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો.

આજે લગભગ દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓની ભાગીદારી છે, પરંતુ ઘણા પરિવારો એવા છે જે દીકરીઓને જન્મ આપવા માંગતા નથી. એટલા માટે તેઓ તેમને ગર્ભમાં જ મારી નાખે છે. દેશમાં ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા પાછળનો સૌથી મોટો હેતુ છોકરીઓને સહાય અને વિવિધ તકો પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સદસ્યો તેમજ પદાધિકારીશ્રીઓ અને મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવજાત દિકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.