Western Times News

Gujarati News

STની મહિલા કંડકટરને બસમાં હેરાન કરતાં રોમિયોને ૧૮૧ અભયમને સોંપાયો

ભિલોડા: હાલના વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલા પુરુષ સમોવડી બને તેના ભાગરૂપે મહિલાઓને એસ.ટી. બસમાં રોજગારી મળે તે હેતુથી નિગમને મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવી હતી મહિલા કંડક્ટર તરીકે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ ફરજ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરોની બદ દાનતનો ભોગ બનતી હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બહાર આવ્યા છે મહિલા કંડક્ટરની કેટલાક હલકી મનોવૃત્તિ ધરાવતા મુસાફરો છેડતી અને પજવણી કરતાં ખચકાતા નથી આવીજ એક ઘટનામાં  મોડાસા એસટી ડેપોમાં ફરજ બજાવતી મહિલા કંડકટર ભોગ બનતા બસમાં ફરજ દરમિયાન ખુલ્લેઆમ એક રોમિયો વારંવાર પજવણી કરતાં કંટાળી ૧૮૧ અભયમ ટીમની મદદથી રોમિયોને સબક શીખવાડી માફીપત્ર લખાવી જવા  દીધો હતો

બળાત્કાર અને છેડતીની ઘટનાઓ દિવસેને દિવસે રાજ્યમાં વધી રહી છે. લાગે છે કે લોકોમાં કાયદાને લઇ કોઇ પણ પ્રકારનો ડર નથી રહ્યો.મોડાસા એસટી ડેપોની મોડાસા-નવા બસમાં ફરજ બજાવતા મહિલા કંડકટરને છેલ્લા કેટલાક સમયથી ઈટાડી ગામનો એક યુવક બસમાં મુસાફરી દરમિયાન મહિલા કંડકટરની પજવણી કરતાં યુવકની હરકતોથી તંગ આવી જતા મહિલા કંડકટરે રોમિયોને સબક શીખવાડવા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની  મદદ લેતા ૧૮૧  અભયમ ટિમ પોલીસકર્મી સાથે લીંભોઇ તળાવ નજીક પહોંચતા મહિલા કંડકટરે બસ થોભાવી બસમાં મુસાફરી કરી રહેલા

રોમિયોને ૧૮૧ અભયમ ટીમને સોંપતા ૧૮૧ અભયમ ટીમને  પોલીસકર્મી સાથે જોતાજ  લંપટ રોમિયોના મોતિયા મરી ગયા હતા અને આજીજી કરવા લાગ્યો હતો લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા મહિલા કંડકટરે લંપટ યુવક પર દયા ખાઈ માફીપત્ર લખાવી જવા દીધો હતો ૧૮૧ અભ્યામની ટીમે પણ રોમિયોને બરોબર ઠંઠોરી મહિલા કંડક્ટરે માફીપત્ર લખાવી લેતા કાયદાકીય કાર્યવાહી કરવાની ટાળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ  હતી

બસમાં મહિલા કંડક્ટરની છેડતી કરનાર આવા અસામાજિક અને આવારા તત્વો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની હતી  મોડાસા-નવા બસ ઈટાડી- લીંભોઇ ના આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ઉપયોગ કરતાં હોવાથી વાલીઓમાં પણ મોટા પ્રમાણમાં રોષ ફેલાયો છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.