Western Times News

Gujarati News

એન્જલ વનના ગ્રાહકોની સંખ્યા નોંધપાત્ર વધી 20 મિલિયન થઈ

મુંબઈ, દેશની ટોચની ફિનટેક કંપની એન્જલ વન તેના ગ્રાહકોની સંખ્યા (ક્લાયન્ટ બેઝ) નોંધનીય વધી 20 મિલિયનની સપાટીએ પહોંચી હોવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવી રહી છે. જે તેના બિઝનેસ ગ્રોથની ઉલ્લેખનીય સફળતાનો સંકેત આપે છે. ગ્રાહકોની વધતી સંખ્યા કંપનીની નોંધપાત્ર સફરમાં તેના મજબૂત બિઝનેસ મોડલને જ નહીં, પરંતુ સતત વિસ્તરી રહેલા ક્લાયન્ટ બેઝનો અતૂટ વિશ્વાસ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. ન્યૂ એજ ફિનટેક બ્રાન્ડની પહોંચ યુવા ગ્રાહકોની વધતી સંખ્યા સાથે મેટ્રો અને શહેરોથી આગળ વધી ટીઅર-2, ટીઅર-3 વિસ્તારો સુધી વિસ્તરી છે. Angel One Hits 20 Million Clients

ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ એન્જલ વન તેના ગ્રાહકો માટે સરળ, અસરકારક યુઝર-ફ્રેન્ડલી અનુભવ પ્રદાન કરતાં ફાઈનાન્સિયલ જર્નિને વધુ અનુકૂળ અને સુલભ બનાવવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જે રોકાણકારોની રોકાણ માટેની તમામ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરતા વ્યાપક ઉકેલ પૂરા પાડવા સમર્પિત છે. કંપની ડેટા અને ટેક્નોલોજીના વ્યૂહાત્મક ઉપયોગ મારફત અબજો લોકોને સશક્ત બનાવતી પસંદગીની ફિનટેક બ્રાન્ડ તરીકે ઉભરી આવવાની અપેક્ષા ધરાવે છે.

એન્જલ વન લિમિટેડના ચીફ ગ્રોથ ઓફિસર, શ્રી પ્રભાકર તિવારીએ જણાવ્યું હતું કે, “20 મિલિયન ક્લાયન્ટ્સનો માઈલસ્ટોન ટેક-આધારિત નાણાકીય ઉકેલો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાની મજબૂતાઈ દર્શાવે છે. અમારી સફળતાનું મૂળ ઈનોવેશન અને વ્યૂહાત્મક માર્કેટિંગ છે, જે અમને વિશાળ વસ્તી માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ પ્રદાન કરવા અને નવા બજારોમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. અમે અમારા અત્યાધુનિક વેલ્થ ક્રિએશન સોલ્યુશન્સ (મૂડી સર્જન ઉકેલો) સાથે એક અબજ લોકોના જીવનને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા પર અડગ છીએ.”

એન્જલવન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ અને યુઝર ફ્રેન્ડલી અનુભવ પહોંચાડવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા અમારા બિઝનેસ ઑપરેશન્સના તમામ પાસાઓને વેગ આપે છે. છેલ્લા એક વર્ષમાં, એન્જલ વને વાર્ષિક ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, જે ભારતમાં અગ્રણી ફિનટેક કંપની તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. આ સિદ્ધિ ફિનટેક ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા અને ઈનોવેશન પ્રત્યેના અમારા સમર્પણને વધુ મજબૂત બનાવતાં, અમને નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરે છે. અમે અમારા ગ્રાહકોને તેમની ફાઈનાન્સિયલ જર્નિમાં સશક્ત બનાવવા સમર્થન આપતાં રહીશું.”

એન્જલ વન આજના ગ્રાહકોની ભાવિ વિચારસરણી અને ગતિશીલતાને ઓળખી ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ મારફત તેમને સંપત્તિના સર્જન માટે શ્રેષ્ઠ માર્ગો પ્રદાન કરવા સમર્પિત છે. અમારા સોલ્યુશન્સ સુલભતાની પ્રતિબદ્ધતા સાથે વેબ અને એપ બંને પર એકીકૃત રીતે ઉપલબ્ધ છે. જે ગ્રાહકોને તેમની ફાઈનાન્સિયલ જર્નિમાં સરળતાથી રોકાણ માધ્યમો પસંદ કરવા સશક્ત બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.