Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક-૨૦૧૯ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ઇન્ફ્રાસ્ટ્રકચર – સોશિયલ સેકટર – સર્વિસીસ સેકટર – એગ્રીકલ્ચર સેકટરમાં સાર્વત્રિક વિકાસ સાથે અગ્રેસર ગુજરાતની શુદ્ધ – હાઇજેનીક હેલ્ધી ફૂડ ખાદ્ય ખોરાકની વિશ્વમાં બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની નેમ:-મુખ્યમંત્રીશ્રી -: મુખ્યમંત્રીશ્રી :- નાગરિકોની હેલ્ધી ફૂડ-ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતી દ્વારા થતા ખાન-પાન પ્રત્યેની સજાગતા વધી છે ખાન-પાન સાથે તંદુરસ્તીનો સીધો સંબંધ છે ત્યારે શુદ્ધ – સાત્વિક હાઇજેનીક ખોરાક-આહારથી જ રોગમુકત સમાજ બનશે ફૂડ-હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝની ચેલેન્જને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં આ ક્ષેત્રે નવા ઇનોવેશન્સથી નયા ભારતનું નિર્માણ કરીએ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૯ પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, સર્વિસ સેકટર અને એગ્રી સેકટરમાં સર્વગ્રાહી વિકાસથી અગ્રેસર છે. હવે, શુદ્ધ – હાઇજેનીક અને હેલ્ધી ફૂડ ખાદ્ય – ખોરાકથી વિશ્વમાં ગુજરાતી બ્રાન્ડ ઇમેજ ઊભી કરવાની નેમ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, હવે સમય બદલાયો છે અને લોકોને પોતાની હેલ્થ-આરોગ્યની સતત ચિંતા છે.   એટલું જ નહિ, લોકો હેલ્ધી ફૂડ પ્રત્યે સજાગ થયા છે ત્યારે ગુજરાતની ખાન-પાન ચીજવસ્તુઓ પણ ઓર્ગેનિકથી આગળ વધીને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સાથે સાત્વિક અને આરોગ્યપ્રદ બની છે.

આપણી આ શુદ્ધતાનું હાઇજેનીક ફૂડનું માર્કેટીંગ ગ્લોબલી થાય તે માટે આવા પ્રદર્શનો ઉપયુકત માધ્યમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. ખાદ્ય ખોરાક-૨૦૧૯ની આ પ્રદર્શની ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે તા. ૧૯ થી રર ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહી છે. આ પ્રદર્શનીમાં ૧૧૦૦ જેટલા વિવિધ સ્ટોલ્સમાં ૧ હજારથી વધુ પ્રોડકટસ પ્રદર્શિત થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રદર્શનીનો પ્રારંભ કરાવતાં ખાદ્ય ખોરાક-૨૦૧૯ ડિરેકટરીનું વિમોચન તેમજ સોલાર પાણીપૂરી મશીન, ઓટોમેટિક પ્રસાદ ડિસ્પેન્સીગ મશીન તેમજ મુવેબલ એરકન્ડીશન્ડ સોલાર કોલ્ડ રૂમના પણ લોન્ચીંગ કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, દર વર્ષે આવા પ્રદર્શનો યોજીને શુદ્ધતા-સ્વચ્છતા અને હાઇજેનીક દ્વારા ખાન-પાન વ્યંજન માટેના નવા ઉપકરણો, સંશોધનોથી લોકોમાં ખાવા-પીવાની ઇચ્છામાં ભરોસો-વિશ્વાસ વધે તેવું આ આયોજન છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ખાન-પાનનો સીધો સંબંધ માનવીની તંદુરસ્તી સાથે જોડાયેલો છે. આપણી સંસ્કૃતિમાં ખોરાક-અન્નને મા અન્નપૂર્ણાના આશિષ કહેવાયો છે ત્યારે એવો શુદ્ધ-ચોખ્ખો-સાત્વિક અને હાઇજીન ફૂડ સમાજમાં સૌના પેટનો ખાડો પૂરે અને કીડની, લીવર, હ્વદયના રોગ, કેન્સર, જેવા રોગનો સામનો ન કરવો પડે તેની તકેદારી પણ એટલી જ આવશ્યક છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ખાન-પાન વિષયોમાં વિદેશના લોકોની ભારત પ્રત્યેની ઇમેજ, નજરમાં બદલાવ માટે પણ હાઇજેનીક ફૂડની હિમાયત કરી હતી.  તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રી અને હોસ્પિટાલીટી સેકટરમાં આવનારા દિવસોના પડકારો-ચેલેન્જીસ સામે નવા ઇનોવેશન્સ-નવા આઇડીયાઝથી નયા ભારતના નિર્માણ માટે ફૂડ ઇન્ડસ્ટ્રીના ઊદ્યોગકારો-પ્રદર્શકોને આહવાન કર્યુ હતું. આ પ્રદર્શનીમાં એ વિષયે પણ સાથે મળીને વિચાર-વિમર્શ થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. પ્રદર્શનીના આયોજકો શ્રી પ્રકાશ મહેતા અને શ્રી હિમાચલ મહેતાએ સમગ્ર આયોજનની વિશેષતા અને રૂપરેખા આપી હતી.મહંત શ્રી રઘુનંદનદાસજી, વિજયદાસજી સહિત આમંત્રિતો અને એકઝીબિટર્સ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.