Western Times News

Gujarati News

અદાણી એનર્જીએ Q3 દરમિયાન રૂ. 786 કરોડનો મજબૂત નફો નોંધાવ્યો

અદાણી એનર્જી સોલ્યુશન્સની સર્વાંગી વૃદ્ધિ સાથે આગેકૂચ- 3,615 કરોડની આવકવાર્ષિક 19%થી વધુ -ઓપરેશનલ EBITDA રૂ. 1,454 કરોડ પરવાર્ષિક 10%થી વધુ-Q3ની તુલનાએ PAT 1%થી વધી રૂ. 281 કરોડ

  • નવી કાર્યરત ટ્રાન્સમિશન લાઈનો દ્વારા અને મુંબઈ વિતરણ વ્યવસાયમાં ઊર્જા વપરાશમાં વધારાના કારણેઆવકમાં 19%ની વૃદ્ધિ સાથે વેગ મળ્યો
  • મુંબઈમાં સૌ પ્રથમ ડબલ સર્કિટ 400 KV ગ્રીડની ક્ષમતા સાથેના ખારઘર વિક્રોલી લાઇન (KVTL) સંપૂર્ણ રીતે કાર્યરત કરીને  મુંબઈમાં વીજ પુરવઠા માટે ખૂબ જ જરૂરી રીડન્ડન્સી અને સ્થિરતાને સક્ષમ કરવા ઉપરાંત કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન 217 ckm ની 765 KV ખાવડા ભુજ લાઇન પણ ચાલુ કરી છે જે ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક સાથે પ્રથમ ઇન્ટરકનેકટેડ છે.
  • ટ્રાન્સમિશન સેગમેન્ટમાં મળેલા નવા પ્રોજેક્ટ્સ, ખાવડા ફેઝ-III ભાગ-A અને KPS – 1 (ખાવડા પૂલિંગ સ્ટેશન) ઑગમેન્ટેશન, ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ માટે ઓર્ડર બુકને રૂ. 17,000 કરોડ સુધી પહોંચાડવા માટેનો લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત થયો.
  • ક્વાર્ટર 3 માં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈમાં ઉર્જાની માંગ (વેચેલા યુનિટ) 14.8% વધીને 2,489 મિલિયન યુનિટ થઈ.
  • ડિસેમ્બર 2023 સુધીમાં AEMLનું રિન્યુએબલ મિક્સ 35% પર (2019માં 3%ની બેઝલાઈન) પાવર મિક્સમાં રીન્યુએબલ એનર્જીના હિસ્સા માટે મુંબઈને વિશ્વની ટોચની મેગાસિટીઓમાં પ્રસ્થાપિત કર્યું.
  • સ્માર્ટ મીટરિંગ બિઝનેસ સેગમેન્ટ હેઠળ ઓર્ડર વધીને 21.1 મિલિયન સ્માર્ટ મીટર થયા છે, જેની કોન્ટ્રાક્ટ કિંમત રૂ. 25,000 કરોડ છે.
  • Airtel, Esyasoft, AdaniConnex સાથે લાંબા ગાળાનું વ્યૂહાત્મક જોડાણ AESL ના સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મને મજબૂત બનાવશે અને સરળ રોલ-આઉટને સક્ષમ કરશે

 અમદાવાદ, 29 જાન્યુઆરી 2024: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અને વધતા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથે ભારતમાં સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે (“AESL”) 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટેના નાણાકીય અને ઓપરેશનલ કામગીરીના પરિણામો આજે જાહેર કર્યા છે. Adani Energy Solutions continues robust growth.

અદાણી એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “નવી શરૂ કરાયેલી લાઈનો સાથે અમારો વધતો પોર્ટફોલિયો સાનુકૂળ ઉર્જાની માંગ સાથે અમારી વૃદ્ધિને આગળ ધપાવી રહ્યો છે. રાષ્ટ્રીય ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવામાં અમારા યોગદાનનું અમને ગૌરવ છે. ખાસ કરીને ખાવડામાંથી નવીનીકરણીય સ્થળાંતરની સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ તરફથી મળેલા સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ 2023ને વૈશ્વિક માન્યતા રૂપે નમ્રપણે સ્વીકારતા તેમણે કહ્યું હતું કે તે અમારા ઉત્કૃષ્ટ નેતૃત્વ, પર્યાવરણીય વિપરીત અસર ઘટાડવાની પ્રતિબદ્ધતા અને ટકાઉ આયામોને પ્રોત્સાહન માટેનું સમર્પણ દર્શાવે છે,”

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ. કંદર્પ પટેલે જણાવ્યું હતું કે “અમે AESL વ્યવસાયના આનુષંગિક તમામ ક્ષેત્રોમાં રહેલી તકો વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. હાલની T અને D સ્થાપિત ઉદ્યોગ માટેની અમારી સ્થિતિ ઉપરાંત સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટ સતત વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ અને ટેક સક્ષમ સ્માર્ટ મીટરિંગ સોલ્યુશન્સ માટે અમારી એરટેલ, એસ્યાસોફ્ટ,  અદાણીકોનેક્સ સાથેની ભાગીદારી ખૂબ ફળદાયી રહેશે અને અમારી ક્ષમતામાં ઘણો વધારો કરશે.

Q3 FY24 Highlights:

Consolidated Financial Performance                                                                                      (Rs crore)

વિગત Q3 FY24 Q3 FY23 YoY % 9M FY24 9M FY23 YoY%
આવક 3,615 3,037 19.0% 10,657 9,117 16.9%
કુલ EBITDA 1,732 1,708 1.4% 4,553 4,395 3.6%
EBITDA ઓપરેટિંગ 1,454 1,318 10.4% 4,077 3,772 8.1%
ચોખ્ખો નફો 348^ 478# -27.2% 815^ 841# -3.1%
તુલનાત્મક PAT 281 280 0.6% 812 642 26.3%
રોકડ નફો (પૂર્વ એક વખત) 786 757 3.9% 2,257 2,235 1.0%

(Note: Total EBITDA = Operating EBITDA plus other income, one-time regulatory income, adjusted for CSR exp.; Cash profit calculated as PAT + Depreciation + Deferred Tax + MTM option loss;) #Includes one-time regulatory income of Rs 240 crores (Rs 198 crores net-off tax); ^Includes a miscellaneous income of Rs 136 crore on account of the $ 120 million bond buy-back

મહેસૂલ: નવા શરૂ કરાયેલ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ અને વિતરણ વ્યવસાયમાં વધુ ઉર્જા વપરાશને કારણે આવકમાં બે આંકડાની 19% વૃદ્ધિ જોવા મળી છે.

  • જેની શરૂઆત Q3 માં કરવામાં આવી હતી તે મુખ્ય ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં પ્રગતિ:

ü  ક્વાર્ટર દરમિયાન 765 KV KBTL (ખાવડા ભુજ લાઇન) 217 સર્કિટ કિલોમીટર ચાર્જ થઈ છે. આ લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી લગભગ 3 GW રિન્યુએબલ ઉર્જા બહાર કાઢવામાં આ લાઇન મદદ કરશે. આ પ્રોજેક્ટ દેશના સૌથી મોટા સોલર અને વિન્ડ ફાર્મમાંના એકને આકાર આપવામાં મદદ કરશે.

ü  400 KV ખારઘર-વિક્રોલી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા સાથે મુંબઈમાં સૌપ્રથમ હાઈ વોલ્ટેજ 400 KV કનેક્શન સ્થાપિત કર્યું છે. તેનાથી મુંબઈમાં વધારાની 1,000 મેગાવોટ વીજળી લાવવામાં સક્ષમ બનવા સાથે          શહેરની ઝડપથી વધતી વીજળીની માંગને પહોંચી વળશે.

  • ટ્રાન્સમિશન બિઝનેસમાં 99.7% ની મજબૂત સિસ્ટમ ઉપલબ્ધ.
  • AEML મુંબઈના વિતરણ કારોબારમાં વપરાશમાં લેવાયેલી ઊર્જા દ્વારા 14.8%નો વધારો જોવા મળ્યો છે. તેનો 5.46%નો સૌથી ઓછો ટ્રાન્સમિશન લોસ. અને વિશ્વસનીય તેમજ પોસાય તેવા વીજ પુરવઠાને કારણે કંપનીના નવા ગ્રાહકો વધીને 3.16 મિલિયન સુધી પહોંચ્યા

EBITDA:

  • AEML માં એસેટ બેઝમાં વિસ્તરણ સાથે સતત EBITDA વૃદ્ધિ સાથે ક્વાર્ટર દરમિયાન ઓપરેશનલ EBITDA 10.4% વધીને રૂ. 1,454 કરોડ થયો, જેમાં વારોરા-કુર્નૂલ, કરુર, ખારઘર-વિક્રોલી અને MP-II લાઇનમાંથી આવકના વધારાના યોગદાનથી ટ્રાન્સમિશન બિઝનેસે 92%ના EBITDA માર્જિનને જાળવી રાખ્યો છે.
  • 1,732 કરોડના કુલ EBITDAમાં મુંબઈ વિતરણ વ્યવસાયમાં ડિસ્કાઉન્ટ પર $120 મિલિયનના બોન્ડના બાય-બેકના કારણે રૂ. 136 કરોડની પરચુરણ આવકનો સમાવેશ થાય છે.

PAT: રૂ. 281 કરોડનો તુલનાત્મક PAT 1% વધુ હતો, જે રૂ. 136 કરોડની પરચુરણ આવક અને AEML માં નીચા નાણાકીય ખર્ચને આભારી છે. વિતરણમાં તુલનાત્મક PAT 100% વધ્યો

Segment-wise Financial Highlights                                                                                                                      (Rs crore)

Segment Particulars Q3 FY24 Q3 FY23 YoY % 9M FY24 9M FY23 YoY%
Transmission Op Revenue 1,056 933 13.2% 2,881 2,637 9.2%
Op EBITDA 967 859 12.6% 2,628 2,412 9.0%
Comparable PAT 246 262 -6.0% 732 735 -0.5%
Distribution Op Revenue 2,559 2,104 21.6% 7,777 6,480 20.0%
Op EBITDA 487 459 6.1% 1,448 1,360 6.5%
Comparable PAT 35 18 99.9% 80 -93 186.4%

 

Segment-wise Key Operational Highlights:

Particulars Q3 FY24 Q3 FY23 Change
Transmission business      
Average Availability (%) 99.7% 99.7% In line
Transmission Network Added (ckm) 302 371 In line
Total Transmission Network (ckm) 20,422 18,795 Higher
Distribution business (AEML)      
Supply reliability (%) 99.99% 99.99% In line
Distribution loss (%) 5.46% 5.60% Lower
Units sold (MU’s) 2,489 2,169 Higher

 

ટ્રાન્સમિશન:

  • ઓપરેશનલ પરિમાણો પર 99.7% થી વધુની સરેરાશ સિસ્ટમ ઉપલબ્ધતા સાથે તે મજબૂત ક્વાર્ટર હતું.
  • ક્વાર્ટર દરમિયાન બિઝનેસે 302 સર્કિટ કિલોમીટર ઉમેર્યા અને 20,422 સર્કિટ કિલોમીટરના ટ્રાન્સમિશનનું નેટવર્ક પૂર્ણ કર્યું.

વિતરણ વ્યવસાય (AEML):

  • મુખ્યત્વે ઊંચા ઔદ્યોગિક હિસ્સો અને ઉર્જાની માંગમાં વધારાને કારણે ગયા વર્ષે 2,169 મિલિયન યુનિટ્સ સામે આ ક્વાર્ટરમાં 2,489 મિલિયન યુનિટ્સનું વેચાણ થયું હતું.
  • ત્રીીજા ક્વાર્ટરમાં ડિસ્ટ્રીબ્યુશન લોસ સતત સુધરીને 5.46% થયો. પુરવઠાની વિશ્વસનીયતા 99.9% થી વધુ જળવાઇ રહી છે.

સેગમેન્ટ મુજબની પ્રગતિ અને આઉટલુક:

ટ્રાન્સમિશન:

  • રૂ. 17,000 કરોડ રૂપિયાની મજબુત નિર્માણાધીન ટ્રાન્સમિશન પાઇપલાઇન અમલીકરણના દૃષ્ટિકોણથી સાનુકૂળ ટ્રેક ઉપર છે.
  • આગામી ક્વાર્ટર્સમાં કંપની MP-II પેકેજ (આંશિક)ખાવડા-ભુજ (આંશિક) અને WRSR લાઈનોને કમિશન કરવાના માર્ગ ઉપર આગળ વધી રહી છે.
  • નજીકના 12-24 મહિનામાં  બિઝનેસ માટે ટેન્ડરિંગ પાઇપલાઇન વિવિધ તબક્કાઓ હેઠળ રૂ.1.10 લાખ કરોડ બિડિંગ માટે ઉત્સાહી છે.

ડિસ્ટ્રિબ્યુશન:

  • ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસે ડબલ ડિજિટ વૃદ્ધિ અને સતત RAB (નિયમનકારી એસેટ બેઝ)માં વધારો કરીને, મજબૂત આંતરિક ઉપાર્જન સાથે સ્થિર પ્રદર્શન દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. વિતરણ વ્યવસાયનો કુલ RAB હવે રૂ. 7,823 કરોડે પહોંચ્યો જે 2018 માં સંપાદન સમયે રૂ.5,532 કરોડ હતો.
  • AESL વિવિધ ક્ષેત્રોની શોધ અંતર્ગત મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, યુપીમાં ગ્રેટર નોઈડા (ગૌતમ બુદ્ધ નગર) અને ગુજરાતમાં મુંદ્રા જેવા વિસ્તારોમાં સમાંતર વિતરણ લાઇસન્સ માટે અરજી કરી છે.
  • AEMLએ YTD ધોરણે રૂ.800 કરોડથી વધુ ખર્ચ કર્યો અને બોન્ડ બાયબેક પ્રોગ્રામ દ્વારા તેના લાંબા ગાળાના દેવાંમાં રૂ. 855 કરોડનો ઘટાડો કર્યો.

સ્માર્ટ મીટર્સ:

  • બિઝનેસનો નવો  સેગમેન્ટ સારી રીતે વિકસિત થઈ રહ્યો છે. તે AESL ની એકંદર વૃદ્ધિ અને નફાકારકતામાં યોગદાનના સંદર્ભમાં નોંધપાત્ર બનશે. તે ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ માટે પણ મજબૂત સિનર્જી પ્રદાન કરે છે.
  • ત્રિમાસિક ગાળા દરમિયાન AESL ને આંધ્ર પ્રદેશ ડિસ્કોમ તરફથી ફેઝ-2 સ્માર્ટ મીટરિંગ કોન્ટ્રાક્ટ માટે LOA (એવોર્ડ પત્ર) અને ઉત્તરાખંડ ડિસ્કોમ તરફથી નવો કોન્ટ્રાક્ટ મળ્યો છે. Q3માં 2 મિલિયન સ્માર્ટ મીટરના કુલ રૂ. 2,300 કરોડની કિંમતના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
  • અમલીકરણ હેઠળની પાઈપલાઈન હવે 21.1 મિલિયન સ્માર્ટ મીટર છે, જેમાં રૂ. 25,000 કરોડથી વધુના કોન્ટ્રાક્ટ મૂલ્ય સાથે નવ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
  • અનટેપ્ડ માર્કેટમાં 135 મિલિયન સ્માર્ટ મીટરનો સમાવેશ થાય છે, કારણ કે સરકારનું સત્તાવાર લક્ષ્ય 2026 સુધીમાં 250 મિલિયન છે.

ESG અપડેટ્સ:

  • અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ એકંદર ઈલેક્ટ્રિસિટી મિક્સમાં તેના રિન્યુએબલ એનર્જીનો હિસ્સો સફળતાપૂર્વક વધારીને 35% કર્યો છે. AESL મુંબઈમાં સૌથી મોટું ડિસ્ટ્રિબ્યુટર છે. આ સિદ્ધિ શહેરને વિશ્વના સૌથી વધુ રિન્યુએબલ પાવર (સૌર અને પવન)ના કુલ મિશ્રણ વાપરતા એક શહેર તરીકે સ્થાન આપે છે. નાણાકીય વર્ષ 21 માં તેનો શેર માત્ર 3% હતો. આ નોંધપાત્ર સિદ્ધિ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈની ટકાઉપણા અને ગ્રીડના ડીકાર્બોનાઇઝેશન માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. AESL FY27 સુધીમાં તેના 60% રિન્યુએબલ શેરના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે.
  • AESLએ ઉત્કૃષ્ટ નેતૃત્વપર્યાવરણીય અસર ઘટાડવાની પ્રતિબદ્ધતા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન અને સમર્પણ માટે વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ તરફથી ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો છે.
  • AESL એ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ (GPEMA) માં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. જે કંપનીની ટકાઉ પ્રથાઓ પ્રત્યે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

 સિદ્ધિઓ અને પુરસ્કારો:

  • AEML ને તેની નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે સૌથી વધુ નવીન કંપની તરીકે શ્રેષ્ઠ પ્રેક્ટિસ કેટેગરીમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી 2023 DX એવોર્ડ મળ્યો છે.
  • 8મી ISM-ઈન્ડિયા કોન્ફરન્સ અને CPO એવોર્ડ 2023માં “પ્રોક્યોરમેન્ટ ઈનોવેશનમાં ઉત્કૃષ્ટતા” અને “પ્રોક્યોરમેન્ટમાં ઉત્કૃષ્ટ લીડર” એવોર્ડ હાંસલ કર્યો છે.
  • OSH ઈન્ડિયા એવોર્ડ્સમાં “રોડ સેફ્ટીમાં શ્રેષ્ઠતા” અને “સેફ્ટી ટેક્નોલોજીમાં ઈનોવેશનમાં શ્રેષ્ઠતા” પુરસ્કાર આપવામાં આવ્યો છે.
  • એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 8મા એપેક્સ ઈન્ડિયા ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એવોર્ડ 2023 હેઠળ વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી માટે “પ્લેટિનમ એવોર્ડ”.મેળવ્યો છે.
  • 12 નવેમ્બર, 2023ના રોજ દિવાળીના તહેવાર દરમિયાન અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ મુંબઈ શહેરને ચાર કલાક માટે 100 ટકા રીન્યુએબલ વીજળી પૂરી પાડીને ઈતિહાસ રચ્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.