ગુજરાત હાઈકોર્ટ ખાતે આઝાદીનો પર્વ વાસ્તવિક રીતે બધાએ માણ્યો !!
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ સહિત હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓએ, વકીલોએ અને હાઈકોર્ટ સ્ટાફે આઝાદી પર્વ મુકત હૃદયે અને મુકત રીતે મનાવી સમગ્ર ગુજરાતની જનતાને અદ્દભૂત સંદેશો આપ્યો !!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટના પટાગણમાં યોજાઈ ગયેલા ૭૫માં ધ્વજવંદન સમારોહની છે !! ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કરીને ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ તથા ઉપસ્થિત ધારાશાસ્ત્રીઓને અને ગુજરાત હાઈકોર્ટના કર્મચારી સ્ટાફને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે આઝાદી પર્વ નિમિત્તે ઉષ્માભરી હાર્દિક શુભકામના પાઠવી હતી અને હળવાશભરી પળો સાથે ધ્વજવંદન સમારોહ માણ્યો હતો !!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ તથા ન્યાયમૂર્તિશ્રી, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો સાથે દ્રષ્ટિગોચર થાય છે !! આ દ્રશ્ય એ વાતનો પુરાવો છે કે, ન્યાયાધીશો ર્‘ન્યાયધર્મ’ નિષ્ઠાપૂર્વક પોતાનો કર્તવ્ય ધર્મ નિભાવે માટે તેમને ઝેડ+ સુરક્ષાની જરૂર પડતી નથી !! અને શ્રી ભગવાન મંદિરમાં લોકોને મુકત રીતે દર્શન આપે છે એ રીતે ન્યાયાધીશો પ્રજા વચ્ચે મુકત રીતે આઝાદી અનુભવી રહ્યા છે !! આ આજની દુનિયાના લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના વિખ્યાત ન્યાયવિદ જસ્ટીસ હોમ્સ કહે છે કે,‘બંધારણના અનેક સિધ્ધાંતોમાં જો કોઈપણ એક સિધ્ધાંત અનિવાર્યપણે ધ્યાન ખેંચતો હોય તો તે છે મુકત વિચારોનો સિધ્ધાંત !! જેઓ આપણી સાથે સહમત છે, તેમને માટે મુકત વિચાર એમ નહીં પણ જે વિચાર પ્રત્યે આપણને નફરત છે તેને માટે સ્વાતંત્ર્ય’!! ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ ઝારખંડ હાઈકોર્ટની નવી ઈમારતનું ઉદ્દઘાટન કર્યું હતું
ત્યારે મુખ્ય ન્યાયાધીશ શ્રી ડી. વાય. ચંદ્રચુડ તથા કેન્દ્રીય કાયદા મંત્રીશ્રી ઉપસ્થિત હતાં ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘કોર્ટના આદેશોનો અમલ નથી થઈ રહ્યો, આ આદેશોનો યોગ્ય રીતે અમલ થાય તે અંગે યોગ્ય પગલા લેવાની જરૂર છે’!! આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશની કેવી સ્થિતિ છે ?! રામલલ્લાની મૂર્તિની ‘રામ મંદિરમાં સ્થાપના કરાઈ પણ ‘રામરાજય’ કયારે ?! તેની કોઈ નેતા બાંહેધરી આપવા સક્ષમ નથી ?! જો દેશમા મુકત, સ્વતંત્ર, નિષ્પક્ષ, સક્ષમ અને નિડર ન્યાયતંત્ર ના રહે તો આજે આઝાદી પર્વ ન્યાયમંદિરના પટાગણમાં યોજાઈ રહ્યો છે તેનું મહત્વ જ ના રહે!! નિષ્પક્ષ અને સંનિષ્ઠ ન્યાયના પ્રહરી એવા સમગ્ર વકીલ આલમે વિચારવું જોઈએ !!