Western Times News

Gujarati News

સુદાનમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત ૫૦થી વધુની હત્યા

ખાર્તુમ, સુદાનના અબેઈમાં યુએન પીસકીપર્સ, મહિલાઓ અને બાળકો સહિત ૫૦થી વધુ લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વિવાદિત સુદાન-દક્ષિણ સુદાન સરહદી વિસ્તારના અબેઈમાં બની છે. અધિકારીઓએ કહ્યું કે ૨૦૨૧ પછી સરહદ વિવાદ સંબંધિત ઘટનાઓમાં આ સૌથી મોટો અને ઘાતક હુમલો છે. આ ઘટના અંગે અબેઈના માહિતી મંત્રી બુલીસ કોચે સોમવારે જણાવ્યું હતું કે ‘દક્ષિણ સુદાનના વારેપ રાજ્યમાંથી હથિયારબંધ યુવકો શનિવારે મોટી સંખ્યામાં અબેઈ પહોંચ્યા હતા.’

અબેઈ એક તેલ સમૃદ્ધ વિસ્તાર છે જે દક્ષિણ સુદાન અને સુદાન દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે, બંને તેના પર દાવો કર્યો છે. મંત્રી બુલિસ કોચે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે શનિવારના હુમલામાં મહિલાઓ, બાળકો અને પોલીસ અધિકારીઓ સહિત ૫૨ સ્થાનિક લોકો માર્યા ગયા હતા અને ૬૪ ઘાયલ થયા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ‘વર્તમાન ગંભીર પરિસ્થિતિને કારણે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. હાલ આ વિસ્તારમાં કર્ફ્‌યુ લાદી દેવામાં આવ્યો છે.

પડોશી વારરેપ રાજ્યના ત્વીક ડિંકા આદિવાસી સરહદ પરના અનીત વિસ્તાર પર અબેઈના નોગોક ડિંકા સાથે જમીન વિવાદ ચાલી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ સિક્યુરિટી ફોર્સ અબેઇ (યુએનઆઈએસએફએ)એ પીસકીપર્સના મૃત્યુ પર આ હિંસાની નિંદા કરી છે. યુએનઆઈએસએફએએ જણાવ્યું હતું કે નયનકુઆક, મજબોંગ અને ખાડિયાન વિસ્તારોમાં આંતર-સાંપ્રદાયિક અથડામણો થઈ છે.

જેના કારણે જાનહાનિ થઈ હતી અને નાગરિકોને યુએનઆઈએસએફએઠેકાણે ખસેડવામાં આવ્યા હતા. સુદાનના ઉત્તર અને દક્ષિણ વચ્ચેના દાયકાઓથી ચાલતા ગૃહયુદ્ધનો અંત લાવનાર ૨૦૦૫ની શાંતિ સમજૂતી બાદ, અબેઈ ક્ષેત્રના નિયંત્રણને લઈને સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચે મતભેદો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.