Western Times News

Gujarati News

એથ્લેટ અવિનાશ સાબલે-પારૂલ ચૌધરીની યુએસમાં ટ્રેનિંગને મંજૂરી

નવી દિલ્હી, રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારૂલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટે્રનિંગ મેળવવાની વિનંતીને મંજૂરી આપી હતી. સરકારે કુસ્તીબાજાે અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી છે.

નેશનલ રેકોર્ડ ધરાવનારા સાબલે અને પારૂલ કોચ સ્કોટ સિમોન્સની દેખરેખ હેઠળ કોલોરાડો સ્પ્રિંગ્સમાં ટે્રનિંગ લેશે. સરિતા અમેરિકામાં યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓલિમ્પિક/પેરાલિમ્પિક ટે્રનિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ કરશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ અંશુ યોકોહામામાં નિપ્પોન સ્પોર્ટ્‌સ સાયન્સ યુનિવર્સિટીમાં તાલીમ લેવા કાનાગાવા જશે. આ કેન્દ્રમાંથી જાપાનના ઘણા ટોચના કુસ્તીબાજાે તૈયાર થયા છે. ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી પાયસ જૈન પણ મંત્રાલયના ખર્ચે જાપાનના ઓસાકા ખાતે કોચ કિયુ જિયાનની દેખરેખમાં ટે્રનિંગ મેળવશે.મંત્રાલય તેની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ)’ હેઠળ એથ્લેટ્‌સ, કોચ અને ફિઝિયોથેરાપિસ્ટોને તેમના હવાઈ ભાડા, રહેવાનો ખર્ચ અને અન્ય ખર્ચ માટે આર્થિક સહાય પુરી પાડે છે. મંત્રાલયે ભારતીય પેરા-તીરંદાજ શિતલ દેવી, સરિતા અને રાકેશ કુમાર માટે ધનુષ, તીર,સાઇટ સ્કેલ’ અને અન્ય સાધનો ખરીદવાની વિનંતી કરતી દરખાસ્તોને પણ મંજૂરી આપી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.