Western Times News

Gujarati News

અમદાવાદમાં AMTSએ 7 AC ડબલ ડેકર બસો દોડાવવા માટે તૈયારી શરૂ કરી

પ્રતિકાત્મક

AMTSના ડ્રાફટ બજેટમાં ૭ ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત-નાણાંકિય વર્ષ ર૦ર૪-રપ માટે રૂ.૬૪૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ

સાત જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસ પ્રથમ તબક્કામાં દોડાવવામાં આવશે જેમાં બુધવારે એક બસ શરૂ કરવામાં આવી શકે છે. શહેર ફરતે અ રિંગરોડ પર બીજા કેઝમાં ૪૨ કિલોમીટરમાં AMTS બસ દોડાવવામાં આવશે.

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદની જાહેર પરિવહન સેવા AMTSનું  ડ્રાફ્‌ટ બજેટ મંગળવારે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ.૬૪૧ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને AMTS, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મા રહે તેના માટે મેમનગર, અખબારનગર અ- આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ બનાવવાની તેમજ ૭ જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વધુ એક વખત એક હજાર કરતા વધુ બસો દોડાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે ડ્રાફ્‌ટ બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે  વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ. ૬૪૧ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષો બાદ ફરી એકવાર ડબલ ડેકર એએમટીએસ બસ અમદાવાદના રોડ ઉપર દોડશે. સાત જેટલી ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસ પ્રથમ તબક્કામાં દોડાવવામાં આવશે જેમાં બુધવારે એક બસ શરૂ કરવામાં આવી શકે છે. શહેર ફરતે અ રિંગરોડ પર બીજા કેઝમાં ૪૨ કિલોમીટરમાં AMTS બસ દોડાવવામાં આવશે.

ચાલુ બસ દીઠ ૬૦૯૭ની આવક થશે. AMTSમાં હાલ ૪.૩૦ લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે, જેની સામે ચાલુ વર્ષે છ લાખ જેટલ મુસાફરો થાય તેવો અંદાજ છે. ચાલુ વર્ષે જેટલી નવી એસી બસો અમદાવાદના રોડ દોડાવવામાં આવશે, આગામી માર્ચ મહિના લગભગ આ બસો શરૂ થઈ જશે. હાલમાં જેટલા રૂટ ઉપર બસ દોડે છે. વધુ ૧૧ જેટલા નવા રૂટ શરૂ કરવામાં આવશે.

આમ ,૧૫૦ જેટલા રૂટ ઉપર હવે એએમટી બસ દોડાવવામાં આવશે.   AMTSના વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં પગાર- પેન્શન અને એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ પાછળ ૩૩૫ કરોડ નો ખર્ચ થશે.જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રૂ. ૪૧૦ કરોડની લોન લેવામાં આવશે. AMTSનું ચાલુ વર્ષનું દેવું રૂ. ૪રર૩ કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષે ૩૮૭૦ કર દેવું હતું આમ ચાલુ વર્ષે ૩૫૩ કરોડનું દેવું વધ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધિ- જાહેરાતો અને મુસાફરોની ટિકિટ મારફતે ૨૨૭ કરોડ રૂપિયાની આવક મેળવવામાં અ ડેકોરેટિવ બસ શેલ્ટરમાંથી રૂ.૨૦ કરોડની ખબરની આવક મેળવવામાં આવશે. ૧૩૮ મુસાફરોની ટિકિટની તેમજ ૨૩ કરોડ કન્સેશન આવક થશે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૦૫૨ જેટલી બસોમાંથી ૧૦૨૦ બસો ઓ દોડશે. જેમાં ૮૯૫ બસો ખાનગી ઓપરેટર દોડશે. ૧૨૫ બસો મ્યુનિસિપલ કોર્પોરેશનને માલિકીની છે,

પરંતુ તેને ખાનગી ઓપરેટરો ચલાવવામાં આવે છે.   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા  મુસાફરો ને બસની જાણકારી મળી રહે તે માટે દરેક બસ ટર્મિનસ PIS (public infromation system) મૂકવામાં આવશે. પ્રવાસીઓને બસના રૂટો- માહિતી આપવા માટે દરેક ડેકોરેટિવ બસ ઓફ ટર્મિનસ ઉપર હવે ક્યુઆર કોડ મૂકવમાં આવશે. જેથી તમામ પ્રવાસીઓને બસની માહિતી મળી રહેશે. બહારગામથી એસટી બસમાં મુસાફરી કરી અમદાવાદ આવતા  મુસાફરોની સગવડ માટે ફિઝિબિલિટી સ્ટડી પ્લોટ મેળવવામાં આવશે ત્યાં બસ પોર્ટ ઊભા કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે મ્યુનિ. ભાજપ દ્વારા ર૦૦પની સાલથી શહેરમાં એક હજાર કરતા વધુ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવતી હતી પરંતુ તેનો અમલ હજી સુધી થયો નથી આ ઉપરાંત ડેથ કિલોમીટર બચાવવા માટે ત્રણ સ્થળે ટર્મિનસ બનાવવા માટે જાહેરાત થઈ છે તે પણ ભ્રામક લાગી રહી છે. કારણ કે હાલ પણ કોર્પોરેશન દ્વારા આજ રીતે એએમટીએસ દ્વારા મહામુલી જગ્યાઓ પર ટર્મિનસ બનાવી કોન્ટ્રાકટરોને દૈનિક ૧ રૂપિયાથી પા‹કગ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેથી ટ્રાન્સ્પોર્ટ મેનેજરનો આ વાયદો પણ કોન્ટ્રાકટરલક્ષી હોવાનું જણાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.