Western Times News

Gujarati News

છેલ્લા છ મહિનામાં મહિલા પ્રવાસીઓ માટેની 20 વાળી ટિકીટની માંગ ચાર ગણી વધી

પ્રતિકાત્મક

એએમટીએસ પર મહિલા પ્રવાસીઓ ઓળધોળઃ રૂ.૨૦ની મનપસંદ ટિકિટમાં વિક્રમી ઉછાળો

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એએમટીએસના સત્તાવાળાઓએ ગત તા.૧ જુલાઈ, ૨૦૨૩થી ભાડામાં વધારો કર્યાે છે. એએમટીએસ ઉપરાંત બીઆરટીએસના ભાડામાં પણ વધારો કરી તેને એકસરખું કરવામાં આવ્યું છે. હાલના ૧૯ સ્ટેજના ભાડાનાં બદલે માત્ર છ સ્ટેજનાં ભાડાં અમલમાં મુકાયાં છે, જેના પગલે એએમટીએસમાં લઘુત્તમ ભાડું રૂ.ત્રણના બદલે રૂ.પાંચ થયું છે અને મહત્તમ ભાડું રૂ.૨૦ના બદલે રૂ.૩૦ થયું છે.

જોકે મહિલા પેસેન્જર્સ માટેની રૂ.૨૦ની મનપસંદ ટિકિટનો દર જળવાઈ રહ્યો છે. મહિલા પેસેન્જર્સ માટેની રૂ.૨૦ની મનપસંદ ટિકિટનો દર જળવાઈ રહ્યો છે. મહિલા પેસેન્જર્સની આ મનપસંદ ટિકિટના સમયમાં ભારે ફેરફાર કરાયો છે. અગાઉની મનપસંદ ટિકિટ હેઠળ મહિલાઓ સવારના ૧૧.૦૦ વાગ્યાથી મુસાફરી કરી શકતી હતી. આના બદલે હવે સવારના ૬.૦૦ વાગ્યાથી બસમાં મુસાફરી કરવાની છૂટ અપાતાં આ ટિકિટનાં વેચાણમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.

શહેરીજનો માટે દાયકાઓ જૂની એએમટીએસ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. સતત વધતી જતી મોંઘવારીમાં આજે પણ હજારો પરિવારો એવા છે કે જેમને અંગત વાહન વસાવવું પોસાતું નથી.

બીજી તરફ લોકોને પોતાના ઘરથી બહુ થોડા અંતરમાં એએમટીએસ બસ ઉપલબ્ધ થઈ રહી હોઈ આવા લોકો માટે આ બસ સર્વિસ આશીર્વાદરૂપ બની છે. આવા લોકો માટે એએમટીએસ બસ સર્વિસ એકમાત્ર રોજગારી મેળવવા ઓફિસ કે દુકાન જવાનું સાધન હોઈ તેમાં થયેલાં ભાડાં વધારાને પણ પેસેન્જર્સે ઉમળકાભેર વધાવી લીધો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

તંત્ર દ્વારા મનપસંદ ટિકિટની શ્રેણી હેઠળ પુરુષોની મનપસંદ ટિકિટનો દર રૂ.૩૫ના બદલે રૂ.૪૫ કરાયો છે અને મહિલાઓની મનપસંદ ટિકિટનો દર રૂ.૨૦ જાળવી રખાયો છે. બાળકોની મનપસંદ ટિકિટનો દર પણ રૂ.૧૦ જ રખાયો છે

આ ત્રણ શ્રેણી મહિલા પેસેન્જર્સને ભાજપના શાસકોએ બહુ ફાયદાકારક એવી ભેટ આપી છે. આ ભેટ મુજબ હવે રૂ.૨૦ની મનપસંદ ટિકિટ મેળવી મહિલા પેસેન્જર્સ સવારના ૬.૦૦ વાગ્યાથી રાતના ૧૧.૦૦ વાગ્યા સુધી મુસાફરી કરી શકે છે, જેના કારણે મહિલા પેસેન્જર્સ ખુશખુશાલ છે.

સામાન્ય રીતે આઠથી ૧૪ કિ.મી.ના અંતર માટે રૂ.૨૦ની ટિકિટ લેવી પડે છે. એટલે કે મહિલા પેસેન્જર્સને આટલા અંતર માટે જો વળતી મુસાફરી કરવાની થાય તો તેમણે રૂ.૪૦ ચૂકવવા પડે છે. જોકે રૂ.૨૦માં આ મહિલા પેસેન્જર્સ સમગ્ર દિવસ દરમિયાન આખા શહેરમાં ફરી શકતી હોઈ અનેક વખત બસના કંડક્ટર પણ માનવીય અભિગમ અપનાવીને આ ટિકિટના લાભથી અજાણ મહિલા પેસેન્જર્સને જો તેમને વળતી મુસાફરી કરવાની હોય તો તેવા સંજોગોમાંરૂ.૨૦ની મનપસંદ ટિકિટ લેવાનો અનુરોધ કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.