ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ: 3 લાખ 32 હજાર કરોડ
વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે ગુજરાતની શાન.સાબરમતી રિવરફ્રન્ટને ચોથા તબક્કામાં ગાંધીનગર સુધી લંબાવામાં આવશે.
Live: ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ #ViksitGujaratBudget https://t.co/cbm4h3PXBO
— CMO Gujarat (@CMOGuj) February 2, 2024
નમો લક્ષ્મી યોજનાના નવતર અભિગમ થકી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને મળશે પ્રોત્સાહન.આ યોજના માટે કુલ ₹ 1,250 કરોડની જોગવાઈ.
ગુજરાતના શહેરી વિકાસને મળશે અભૂતપૂર્વ વેગ. ગુજરાતમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો.
વિજ્ઞાન ક્ષેત્રે યુવાઓનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરતી ગુજરાત સરકાર.નમો સરસ્વતી યોજના થકી ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વધશે વ્યાપ.આ યોજના માટે કુલ ₹ 400 કરોડની જોગવાઈ
નમો શ્રી યોજના થકી ‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, સ્વસ્થ ગુજરાત’ની સંકલ્પના થશે સાકાર.આ યોજના માટે કુલ ₹750 કરોડની જોગવાઈ.