Western Times News

Gujarati News

રાજ્યના ૭ શહેરોને મનપાનો દરજ્જાે આપવામાં આવશે

  • નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં ૭ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જાે આપવાની જાહેરાત કરી છે. આ સાત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે.

આ વખતે બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે ૨૧૬૯૬ કરોડની જાેગવાઈ કરી દેવાઈ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ માટે ૨૨૧૬૩ કરોડની જાેગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે ૩૮૫૮ કરોડની જાેગવાઈ કરાઈ છે.

તેની સાથે જળસંપતિ વિભાગ માટે ૧૧૫૩૫ કરોડની જાેગવાઈ કરાઈ છે. આ ઉપરાંત નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે ૧૨૨ કરોડની જાેગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે ૧૨૧૩૮ કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે ૨૧૬૯૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨૧૯૪ કરોડની જાેગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે ૭૦૧ કરોડની જાેગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે ૩૫૦ કરોડની જાેગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે ૨૦૦ કરોડની જાેગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે ૮૧ કરોડની જાેગવાઈ કરાઈ છે.

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે.

વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (સ્ટીમ)નું શિક્ષણ જરૂરી છે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર રુપિયા અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર રુપિયા મળી કુલ ૨૫ હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.