Western Times News

Gujarati News

ટોળાએ પોલીસને ઘેરી ઇંટો તેમજ પથ્થરો માર્યા

અમદાવાદ: સીએએના વિરોધમાં આજે અપાયેલું બંધનું એલાન બપોર બાદ એકંદરે હિંસક અને નિષ્ફળ સાબિત થયું હતું. શહેરના શાહઆલમ, મીરઝાપુર, લાલદરવાજા, રખિયાલ, જમાલપુર સહિતના વિસ્તારોમાં પોલીસ પર લોકો દ્વારા જારદાર રીતે ટાર્ગેટ કરીને જારદાર પથ્થરમારો કરાયો હતો.  ખાસ કરીને શહેરના શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર હુમલાની બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી, જેમાં જાહેર રોડ પર એક બસની સુરક્ષા માટે દોડતો પોલીસ કર્મચારી રસ્તા પર પડી ગયો ત્યારે રોડ પર ઉતરી આવેલા ટોળાઓએ તેને બાજુમાં ખેંચી જઇ ઘેરી લઇ અમાનવીય રીતે ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને બહુ ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બીજી એક શરમજનક ઘટનામાં ટોળા વચ્ચે ફસાઇ ગયેલા પાંચથી છ પોલીસ કર્મચારીઓ એક દુકાનના ખૂણામાં બચીને સંતાઇ રહ્યા હતા ત્યારે તોફાની તત્વોની નજર પડતાં ટોળાએ આ ચારથી પાંચ પોલીસ કર્મચારીઓને એકદમ નજીકથી નિશાન બનાવી તેમને જારદાર આકરા પ્રહારો કરી ઇંટો અને પથ્થરો માર્યા હતા, પોલીસ કર્મચારીઓ બચવા માટે હાથમાં ટેબલ, પાટિયું કે, બીજી જે વસ્તુ આવી તે લઇ માથુ અને મોંઢુ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.


પરંતુ પોલીસ કર્મચારીઓ તોફાની તત્વોના અમાનવીય હુમલામાં લોહીલુહાણ થઇ ગયા હતા. જેને લઇ સમગ્ર પોલીસતંત્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અમદાવાદ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમવાર કાશ્મીર સ્ટાઇલથી મોંઢે રૂમાલ બાંધી પોલીસને ટાર્ગેટ બનાવી જારદાર રીતે પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહી, પોલીસને ઘેરી ઘેરીને જારદાર હિંસક હુમલાનો ભોગ બનાવી લોહીલુહાણ કરાઇ હતી, જેના કારણે માત્ર સામાન્ય પ્રજામાં જ નહી પરંતુ સમગ્ર પોલીસ તંત્રમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

માત્ર પોલીસ જ નહી પરંતુ મીડિયા કર્મીઓને પણ તોફાની તત્વોએ ટાર્ગેટ કરી હુમલાનો ભોગ બનાવાયા હતા. જેમાં કેટલાક મીડિયા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી. તો, ૨૦થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાં કેટલાકની હાલત તો ગંભીર ઇજાને લઇ સારવાર માટે દાખલ કરવા પડયા છે. પોલીસ પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, જેને લઇ મોડી સાંજ બાદ પોલીસે શહેરના શાહઆલમ, ચંડોળા સહિતના વિસ્તારોમાં મોટાપાયે સર્ચ અને કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યું હતુ અને તોફાની તત્વોને ઝબ્બે કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની ત¥વો મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરતા હતા.  આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના શાહઆલમ, જમાલપુર, મીરઝાપુર તથા લાલદરવાજામાં પણ તોફાની ત¥વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર જારદાર પથ્થરમારો કર્યો હતો. શાહઆલમમાં તો મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ પોલીસ જવાનોને ટાર્ગેટ કર્યા હતા. આ પથ્થરમારામાં એક મહિલા પોલીસ કર્મી પણ ઘવાયા હતા. જ્યારે અન્ય એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું હતું.

તોફાની તત્વોએ પોલીસવાન અને પોલીસજીપને ટાર્ગેટ કરી તેની પર જારદાર પથ્થરમારો કર્યાે હતો, જેને પગલે પરિસ્થિતિ  ભંયકર રીતે વણસી હતી. જા કે, બાદમાં પોલીસે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફલેગ માર્ચ અને પેટ્રોલીંગ અને સુરક્ષા બંદોબસ્ત વધારી દઇ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.  જા કે, શહેરમાં આજે સૌપ્રથમવાર પોલીસને ટાર્ગેટ કરી મોંઢે રૂમાલ બાંધી કાશ્મીર સ્ટાઇલથી પથ્થરમારો થતાં બહુ મોટા અને ગંભીર સવાલો માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહી

પરંતુ દેશભરમાં ઉઠી રહ્યા છે કે, પોલીસ પર પથ્થરમારો કરવા માટે આટલી મોટી સંખ્યામાં પથ્થરો આવ્યા કયાંથી, હિંસાનું કાવતરૂં પૂર્વઆયોજિત હતુ કે શું અને તોફાની તત્વોને આ પ્રકારે પોલીસ પર પથ્થરમારો કરવા માટે કાશ્મીર સ્ટાઇલમાં પૈસા ચૂકવાયા હતા કે કેમ તે સહિતના અનેક ગંભીર અને સળગતા સવાલોને લઇ પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

ખાસ કરીને અમદાવાદના ચોકકસ વિસ્તારોમાં પોલીસ પર નિશાન સાધવા પાછળ અને શહેરની શાંતિ ડહોળવા પાછળ કયા તત્વોનો હાથ છે તેને લઇને પણ બહુ ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.  જા કે, હાલ તો, વાતાવરણ તંગ હોઇ પોલીસે શહેરના કોટ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ અને બંદોબસ્ત અસરકારક રીતે તૈનાત કરી દેવાયો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.