Western Times News

Gujarati News

સમુદ્રી લૂંટેરાઓ પર કાળ બનીને તૂટી પડ્યા, પાકિસ્તાનીઓને બચાવ્યા

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી બતાવી દીધી છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે બીજા જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાત લૂંટારુઓ આ જહાજમાં સવાર હતા અને ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવામાં આવ્યા હતા.

ભારતીય નૌકાદળને આ માહિતી મળતાં જ તેમણે તરત જ હુમલો કરીને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. નેવીએ ૧૯ ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા, જેમાં ૧૧ ઈરાની અને ૮ પાકિસ્તાની લોકો પણ હતા.

નૌકાદળ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ૩૧ જાન્યુઆરીએ ઈરાની ફિશિંગ જહાજ એફવી ઓમરિલને હાઈજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. સાત ચાંચિયાઓ આ નૌકામાં ચડી ગયા હતા અને ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

એ વખતે ભારતીય નેવલ આરપીએ આ વિસ્તાર પર નજર રાખી રહી હતી. અમને આ માહિતી મળતાં જ અમે એક ઓપરેશન શરૂ કર્યું અને હ્લફ ઓમરિલને શોધી કાઢ્યું. આ પછી, આઈએનએસ શારદાને ચાંચિયાઓ સામે લડવા માટે એન્ટી-પાઇરેસી મિશન પર તૈનાત કરવામાં આવ્યું હતું.

આઈએનએસ શારદાએ થોડી જ ક્ષણોમાં ઈરાની જહાજ એફવી ઓમ્રીલને અટકાવ્યું. ત્યાર પછી ચાંચિયાઓને જહાજમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. જહાજ પર ઈરાનનો ધ્વજ હતો. નેવીના જણાવ્યા અનુસાર આ જહાજમાં ૧૧ ઈરાની અને ૮ પાકિસ્તાની નાગરિકો હાજર હતા.

તમામ ક્રૂ મેમ્બર હતા. ચાંચિયાઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં આઈએનએસ શારદા યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, જે દરેક ક્ષણે આ વિસ્તાર પર નજર રાખે છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું હતું કે, અમે ઈરાનના ધ્વજવાળા જહાજ પર ચાંચિયાઓ દ્વારા હુમલાની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આઈએનએસ શારદાએ શુક્રવારે વહેલી સવારે જહાજને અટકાવ્યું અને ચાંચિયાઓને ક્રૂને સુરક્ષિત રીતે મુક્ત કરવા દબાણ કર્યું.

નેવીનું એક સપ્તાહમાં આ ચોથું ઓપરેશન છે. આ પહેલા ભારતીય નેવીએ ૧૯ પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા. ભારતીય નૌસેનાએ શ્રીલંકા અને સેશેલ્સની નૌકાદળ સાથે મળીને આ સપ્તાહની શરૂઆતમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે, મોગાદિશુની પૂર્વમાં દરિયાઈ માર્ગમાં ચાંચિયાઓએ એક માછીમારી જહાજ પર હુમલો કર્યો અને હાઇજેક કર્યું.

આ પહેલા પણ ૫ જાન્યુઆરીએ નેવીએ નોર્થ અરબી સમુદ્રમાં લાઈબેરિયન ફ્લેગવાળા જહાજ એમવી લીલા નોરફોકને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેના તમામ ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.