Western Times News

Gujarati News

પૂનમ પાંડેએ ટૂંકા ગાળામાં કમાઈ લીધા કરોડો રૂપિયા

મુંબઈ, પૂનમ પાંડે હાલ ભારે ચર્ચામાં છે, તે એક સમયે રાતો-રાત ફેમસ થઈ ગઈ હતી અને તે સમય હતો વર્ષ ૨૦૧૧નો કે જ્યારે તેણે જો ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તો તેણે સ્ટ્રીપ પ્રોમિસ કરી હતી. પરંતુ આ પછી તે રાતો-રાત છવાઈ ગઈ હતી, તેના વિશે લોકોએ વધુમાં વધુ જાણવાના પ્રયત્નો કર્યા હતા. સોશિયલ મીડિયામાં પણ તેના અકાઉન્ટ પર ફોલોઅર્સ એક જ ઝાટકે વધી ગયા હતા.

આ પછી તેણે પાછળ વળીને જોયું નથી. જોકે, મોટા સ્ટાર્સ હંમેશા તેનાથી દૂર રહ્યા છે. તેની ૫૨ કરોડની સંપત્તિ ઘણી ચર્ચામાં છે. લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે કે તે મોટા પડદા પર પોતાની એટલી અસર છોડી શકી નથી તેમ છતાં કઈ રીતે તેણે કરોડો રૂપિયા કમાઈ લીધા? પૂનમ પાંડે માડલિંગ ઈન્ડસ્ટ્રીમાં હતી અને વર્ષ ૨૦૧૧ના વર્લ્ડકપ પછી તેને ગજબની ફેમ મળી હતી. તેના સ્ટ્રીપ પ્રોમીસથી ફેન ફોલોવિંગ ઊંચું આવી ગયું હતું. પૂનમ પાંડેએ આ પછી પણ ઘણી વખત વિવાદોમાં સપડાયેલી રહી હતી.

જોકે, બીજી તરફ તેના કામ અને તેના ફેન્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહેતો હતો. આ પછી તેને બીગ બોસમાં પણ એન્ટ્રી મળી હતી. પૂનમ પાંડેની કમાણીનો સ્ત્રોત ફિલ્મો અને ટીવી રહ્યા હતા પરંતુ બેગ્રાઉન્ડમાં સોશિયલ મીડિયાએ પણ મહત્વનો રોલ ભજવ્યો હતો.

તે સોશિયલ મીડિયા પર લાઈવ થાય કે ફોટો પોસ્ટ કરે તો તેના પર ધડાધડ રિએક્શન્સ શરુ થઈ જતા હતા. પોતાની વધતી લોકપ્રિયતાને જોતા પૂનમ પાંડેએ એક એપ પણ બનાવી હતી, એક મીડિયારિપોર્ટ મુજબ પૂનમ પાંડેની સંપત્તિ લગભગ ૫૨ કરોડો હોવાનું કહેવાઈ રહ્યું છે.

પૂનમ પાડેએ નશા, લવ કી પેશન, માલિની એન્ડ કંપની, આ ગયા હીરો, ધ જર્ની ઓફ કર્મામાં કામ કર્યું છે. આ સિવાય તેણે ટેલીવિઝન શો ટોટલ નાદાનિયા, પ્યાર મહોબ્બત શશશ અને લોકઅપમાં પણ કામ કર્યું છે. રિયાલિટી શોમાં કામ કરવા માટે તે ઊંચી ફી લેતી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

પૂનમની ઊંચી કમાણી પાછળ તેની એરોટિક એપ હોવાનું પણ કહેવાય છે. જેના પર લગભગ ૩૨ લાખ પેઈડ સબસ્ક્રાઈબર્સ છે. પૂનમ પાંડે મુંબઈના બાંદ્રામાં ૪ માળની ઈમારતમાં રહેતી હતી. તેણે એક લક્ઝુરિયસ બીએમડબલ્યું કાર પણ ખરીદી હતી. તેના વિવિધ બિઝનેસને સંભાળવા માટે માટે પૂનમ પાંડેએ ૨૭ ક્રૂ મેમ્બર્સ પણ રાખ્યા હતા. રિપોર્ટ્‌સનું માનીએ તો સર્વાઇકલ કેન્સર એક ગંભીર રોગ છે.

આ કેન્સર વૈશ્વિક સ્તરે મહિલાઓમાં સૌથી ઝડપથી વિકસી રહ્યો છે. જેના લીધે દર વર્ષે લાખો મહિલાઓના મૃત્યુનું કારણ બને છે. ભારતમાં, સર્વાઇકલ કેન્સર ૧૮.૩% (૧૨૩,૯૦૭ કેસ)ના દર સાથે ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. રિપોર્ટ અનુસાર, તે ૯.૧%ના મૃત્યુ દર સાથે મહિલાઓમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ પણ છે. આ આંકડાઓ જ દર્શાવે છે કે આ રોગ બાબતે જાગૃતિ લાવવાની કેટલી જરૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.