Western Times News

Gujarati News

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ (બેંક અથવા કેપિટલ એસએફબી) રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો આઈપીઓ બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખોલશે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, ફેબ્રુઆરી 6, 2024 રહેશે. ઓફર સબ્સ્ક્રિપ્શન માટે બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.

ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 445થી રૂ. 468 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 32 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 32 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

આઈપીઓમાં રૂ. 4,500 મિલિયન (રૂ. 450 કરોડ) (“ફ્રેશ ઇશ્યૂ”)ના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 15,61,329 (15.61 લાખ) ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે (“વેચાણમાટે ઓફર વેચાણ” અને ફ્રેશ ઇશ્યૂ સાથે, “ઓફર”). CAPITAL SMALL FINANCE BANK LIMITED’S INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES OPENS ON WEDNESDAY, FEBRUARY 7, 2024

બેંક ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા બેંકના ટિયર-1 કેપિટલ બેઝને વધારવા માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. બેંક તેના લોન પોર્ટફોલિયો અને એસેટ બેઝમાં વધારો કરવાનું ચાલુ રાખતી હોવાથી બેંકને તેના વ્યવસાયના સંદર્ભમાં લાગુ મૂડી પર્યાપ્તતા ગુણોત્તરને પહોંચી વળવાનું ચાલુ રાખવા માટે વધારાની મૂડીની જરૂર પડશે તેવી અપેક્ષા રાખે છે. બેંક તેની લોન એડવાન્સ વધારવા માંગે છે જેને લાગુ પડતી મૂડી પર્યાપ્તતા જરૂરિયાતોનું પાલન કરવા માટે ટિયર-1 કેપિટલની જરૂર પડશે. વધુમાં ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ ઓફરના સંબંધમાં ખર્ચને પહોંચી વળવા માટે પણ કરવામાં આવશે (“ઇશ્યૂનો હેતુ”).

વેચાણ માટેની ઓફરમાં ઓમાન ઈન્ડિયા જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટુ દ્વારા 8,36,728 સુધીના ઇક્વિટી શેર્સ, અમીકસ કેપિટલ પ્રાઇવેટ ઇક્વિટી વન એલએલપી દ્વારા 1,51,153 સુધીના ઇક્વિટી શેર્સ, અમીકસ કેપિટલ પાર્ટનર્સ ઈન્ડિયા ફંડ વન (સંયુક્ત પણે “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”) દ્વારા 17,554 ઇક્વિટી શેર્સ તથા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ માં જણાવેલા તથા ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ સાથે (“સેલિંગ શેરહોલ્ડર્સ”) અન્ય કેટલાક લોકો દ્વારા 5,55,904 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

ઇક્વિટી શેર્સ ચંદીગઠ ખાતેની પંજાબ અને ચંદીગઢની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”)માં પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. આરએચપી દ્વારા ઇશ્યૂ કરવામાં આવનારા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“બીએસઈ”ની સાથે “એનએસઈ”, સ્ટોક એક્સચેન્જીસ) પર લિસ્ટ કરવામાં આવશે. ઓફર માટેના હેતુઓ માટે બીએસઈ લિમિટેડે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.

નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઇઝ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ બાબતો જેની વ્યાખ્યા કરવામાં આવી ન હોય તેનો અર્થ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે.

ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)ની સુસંગતપણે અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચીને, જે સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 (“એસસીઆરઆર”)ના નિયમ 19 (2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓફરના મહત્તમ 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (ક્યુઆઈબી) (ક્યુઆઈબી પોર્શન)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે બીઆરએલએમ સાથે ચર્ચા કર્યા બાદ બેંક સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60% સુધીનો હિસ્સો ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) જે પૈકી એક તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર અલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રીપ્શન ન થવા કે પછી ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5% (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત અથવા તેનાથી વધુની કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5% કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, ઓફરનો લઘુતમ 15% હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક તૃત્યાંશ હિસ્સો 2,00,000થી વધુ અને 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે સુરક્ષિત રહેશે (બી) બે તૃત્યાંશ હિસ્સો 10,00,000 કરતા વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે અને ઓફરનો લઘુતમ 35% હિસ્સો સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઈબી)ને ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝના જેટલી અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ હેઠળ ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ નંબર 435 પર “Offer Procedure” જુઓ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.