Western Times News

Gujarati News

“હું અટલ બોલું છું” પુસ્તકનું મુખ્યમંત્રીએ વિમોચન

અમદાવાદ, ભારતરત્ન, ભારતના પુર્વ વડાપ્રધાન રાષ્ટ્રભક્ત અટલબીહારી વાજપાયીના રપ ડિસેમ્બર ૧૦૦માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ શિક્ષણવિદ્‌ ડો. જગદીશ ભાવસાર દ્વારા લેખન- સંકલન કરાયેલ “હું અટલ બોલું છું” પુસ્તકનું આજરોજ ગુજરાત રાજયના મૃદુ, મક્કમ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિમોચન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ ર્ડા. જગદીશ ભાવસારના પ્રયાસોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોને “જનસેવક- જનહિતના સંદેશ” પુસ્તક સ્વરૂપે, સ્વામીવિવેકાનંદજી, પંડિત દિનદયાલજી તેમજ આઝાદીના અમૃતસંતાન પંડિત શ્યામજીકૃષ્ણા વર્મા રાષ્ટ્રભક્તોના વિચારોના પુસ્તકની શ્રેણીમાં આજનું પુસ્તક પ્રગટ કરી સમાજમાં વિચારોના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરાયું છે

તેમ જણાવી મુખ્યમંત્રીએ ર્ડા. ભાવસારને સમાજ ઉપયોગી પ્રદાન પુસ્તક સ્વરૂપે વધુ કરવા શુભેચ્છા પાઠવી હતી. આજના પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તકના લેખક ર્ડા. જગદીશ ભાવસાર સાથે રન્નાદે પ્રકાશનના પ્રકાશક હંમેશ મોદી ઉપસ્થિત રહયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.