Western Times News

Gujarati News

મની લોન્ડરિંગના આરોપોને Paytmએ ફગાવી દીધા

નવી દિલ્હી, પેટીએમ પેમેન્ટ્‌સ બેન્ક સામે ભારતીય રિઝર્વ બેન્કની કાર્યવાહી બાદ પેટીએમ મુશ્કેલીમાં છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે બેન્કમાં ઘણા નિÂષ્ક્રય અને કેવાયસી વગરના એકાઉન્ટ્‌સ પણ મળી આવ્યા છે.

આ અંગે મની લોન્ડરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. એવી આશંકા છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે તપાસ કરી શકે છે. પરંતુ, પેટીએમએ રવિવારે આવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ આરોપોમાં કોઈ સત્ય નથી. પેટીએમની પેરેન્ટ કંપની વન૯૭ કમ્યુનિકેશન્સ એ સ્પષ્ટતા કરી છે કે આ તમામ મીડિયા રિપોર્ટ્‌સ ખોટી માહિતી પર આધારિત છે.

આમાં આપવામાં આવેલી માહિતી સાચી નથી. આ અહેવાલો માત્ર અટકળો પર આધારિત છે. વન ૯૭ કોમ્યુનિકેશન એ સ્પષ્ટ કરવા માંગે છે કે પેટીએમ અથવા પેટીએમ પેમેન્ટ્‌સ બેન્ક સામે આવી કોઈ અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ.

અમે અમારી પ્રતિષ્ઠા, ગ્રાહકો, શેરધારકોને આવા ભ્રામક સમાચારોથી બચાવવા માટે તમામ પ્રયાસો કરીશું. અમે ભવિષ્યમાં પણ આવી સ્પષ્ટતાઓ આપતા રહીશું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વન ૯૭ કોમ્યુનિકેશન્સ, તેની સહયોગી કંપનીઓ અથવા સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા વિરુદ્ધ મની લોન્ડરિંગના કોઈપણ આરોપો પર કોઈ તપાસ કરવામાં આવી રહી નથી.

જોકે, થોડા સમય પહેલા અમારા પ્લેટફોર્મ પર હાજર ઘણા લોકો સામે ઈડીની તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીએ આ મામલે ઈડીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. અમે હંમેશા સત્તાવાળાઓને સંપૂર્ણ મદદ કરી છે. કંપનીએ કહ્યું કે અમે ભારતીય કાયદાનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.

અમે દરેક નિયમનકારી આદેશને પણ ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. મની લોન્ડરિંગ જેવી કોઈપણ પ્રવૃત્તિ સાથે અમારો કોઈ સંબંધ નથી. મીડિયા સિવાય સોશિયલ મીડિયા પર પણ આવી ખોટી માહિતી આપવામાં આવી રહી છે. તેથી, અમે અમારા સ્ટેકહોલ્ડર્સને અપીલ કરીએ છીએ કે આવી કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો. અમે આવી માહિતીને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.