Western Times News

Gujarati News

પાયલટ અને કો-પાયલટને જમવાનું અલગ-અલગ આપવામાં આવે છે

નવી દિલ્હી, વિમાનમાં મુસાફરી કરતી વખતે તમે જોયું જ હશે કે પ્લેનમાં બે પાયલટ હોય છે. જ્યારે ફ્લાઇટ લાંબા અંતરની હોય, ત્યારે મુસાફરોની જેમ, પાયલટ પણ ફ્લાઇટમાં જ તેમનું લંચ અને ડિનર લે છે. પરંતુ શું તમે જાણો છો કે પાયલટ અને કો-પાયલટ બંનેને એક જ પ્રકારનો ખોરાક નથી આપવામાં આવતો. આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું, જે ખૂબ જ રસપ્રદ છે.

ફ્લાઈટમાં પાયલટ અને કો-પાયલટને અલગ-અલગ ભોજન આપવામાં આવે છે જેથી કરીને જો કોઈના ખાવામાં કોઈ ગડબડી થાય તો, તેવી સ્થિતીમાં બંને પાયલટ બીમાર ન પડે. સાદી ભાષામાં ફૂડ પોઈઝનિંગથી બચવા માટે અલગથી ખોરાક આપવામાં આવે છે.

કારણકે ફ્લાઇટમાં ઘણા મુસાફરો હોય છે અને તેમની સુરક્ષાની જવાબદારી પાયલટની હોય છે. અલગ ભોજન આપવાનો હેતુ એ છે કે જો ફૂડ પોઈઝનિંગ થાય તો બેમાંથી એક પાયલટ સુરક્ષિત રહે.

મળતી માહિતી મુજબ વર્ષ ૧૯૮૪માં લંડન અને ન્યૂયોર્ક વચ્ચે કાનકાડ સુપસાનિક ફ્લાઈટ પર એક આવી ઘટના બની હતી, જેનાથી તમામ લોકો ચોંકી ગયા હતાં. હકીકતમાં વિમાનમાં મુસાફરી કરનાર ૧૨૦ યાત્રી અને ક્રૂના તમામ સભ્યોને ગંદુ ખાવાના કારણે ફૂડ પોઇઝનિંગ થઈ ગઈ હતી.

ત્યારબાદ તેને તાવ, ઉલ્ટી અને ઝાડા થઈ ગયા હતાં. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ફૂડ પોઈઝનિંગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. આ સમયગાળા દરમિયાન, પાયલટને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ઘણી મુશ્કેલી સાથે ફ્લાઇટનું લેન્ડિંગ કરવું પડ્યું હતું.

૨૦૧૨માં, સીએનએન દ્વારા કરવામાં આવેલા કોરિયન પાયલટના એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે પાયલટને ફૂડ પોઇઝનિંગથી બચાવવા માટે અલગ-અલગ ખાવાનું આપવામાં આવે છે.

સામાન્ય રીતે પાયલટને ફર્સ્ટ ક્લાસનું ખાવાનું આપવામાં આવે છે, તો કો-પાયલટને બિઝનેસ ક્લાસનું ખાવાનું આપવામાં આવે છે. એટલું જ નહીં ઘણાં એરલાઇન્સ કાકપિટના ક્રૂ માટે સંપૂર્ણ રીતે અલગ ખાવાનું બનાવે છે. પાયલટને અલગથી સાદું ખાવાનું એરલાઇન્સ તરફથી આપવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.