Western Times News

Gujarati News

ભારતીય રેલવે નોકરી કરવા ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો છે – તો આ વાંચો

રેલવે પ્રશાસનની વિનંતી છે કે જોબ અપાવનારા રેકેટ અને દલાલો, વચેટીયાથી સાવધાન રહો અને કોઈપણ પ્રકારની છેતરપીંડીથી છેતરાશો નહીં. 

રેલવે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જારી અલગ-અલગ કેટેગરી માટે સમયબદ્ધ ચરણોમાં પરીક્ષા થશે

વર્ષમાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ રેલવેમાં ભરતી માટે મોટી જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતથી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવશે તથા નિર્ધારિત કેટેગરી માટે નિર્ધારિત સમય મર્યાદામાં પરીક્ષા આયોજિત કરી શકાશે. જેનાથી તે તમામ ઉમેદવારો જે રેલવે ભરતી પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છે છે, તેમને પૂર્વ નિર્ધારિત રીતે પરીક્ષા માટે સમય રહેશે અને દર વર્ષે ભરતી પરીક્ષા આયોજિત થશે અને તેમને સારી તાલિમ મળી શકશે. આ વિચારની સાથે રેલવેની ભરતી પરીક્ષા માટે કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.

માનનીય રેલવે મંત્રી અનુસાર જેટલી પણ રેલવેની કેટેગરી છે, તેમનો વાર્ષિક રૂપે સમયગાળો નિર્ધારિત રહેશે તથા વર્ષમાં ચાર વાર નોટિફિકેશન જારી થશે જે દરેક કેટેગરી માટે અલગ અલગ રહેશે, જેથી તમામને સમાન રૂપે આનો અવસર મળી શકશે. દર વર્ષે પરીક્ષા થવાથી ઓવર એજની સમસ્યાથી પણ છુટકારો મળશે.
વાર્ષિક કેલેન્ડરના ફાયદા

* જો ઉમેદવાર એક ચાન્સમાં ક્વોલીફાય નથી થતા તો એના માટે આગળ પણ અન્ય સંભાવનાઓ રહેશે.
* એવા ઉમેદવારો માટે સમાન સંભાવના રહેશે જે દર વર્ષ માટે પાત્ર છે.
* જેઓ પસંદ થશે તેમના માટે બહેતર કેરિયર પ્રમોશનની સંભાવનાઓ રહેશે.
* પસંદગી પ્રક્રિયા, ટ્રેનિંગ અને નિમણૂંકોમાં ઝડપ આવશે.

વર્ષ 2024 નું કેલેન્ડર
* જાન્યુઆરી થી માર્ચ -આસિસ્ટન્ટ લોકો પાયલોટ
* એપ્રિલ થી જૂન -ટેકનિશિયન
* જુલાઈ થી સપ્ટેમ્બર -નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અન્ડર ગ્રેજ્યુએટ (લેવલ 2&3) જૂનિયર એન્જિનિયર અને પેરામેડિકલ કેટેગરી
* ઓક્ટોબર થી ડિસેમ્બર -મિનિસ્ટિરિયલ અને આઈસોલેટેડ કેટેગરી (લેવલ -1 )

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.