Western Times News

Gujarati News

બચ્ચનની શક્તિ ફિલ્મમાં અનિલ કપૂર પણ હતા

મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની દુનિયાભરમાં મોટી સંખ્યામાં ચાહકો છે. પોતાના દરેક પાત્રથી તેમણે લોકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમના કેટલાક પાત્રો લોકોના મનમાં વસી ગયા છે. પરંતુ એક ફિલ્મમાં તેમની હાજરી હોવા છતાં લોકો તેમના પર ધ્યાન આપી શક્યા ન હતા.

હવે વર્ષો પછી આ વાત સામે આવી છે. રમેશ સિપ્પી વર્ષ ૧૯૮૨માં એક ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. વર્ષો પછી આજે લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારના પાત્રોને લોકો ભૂલી શક્યા નહીં હોય. પરંતુ ભાગ્યે જ કોઈને યાદ હશે કે તે ફિલ્મમાં અનિલ કપૂર પણ હતા.

ફિલ્મમાં તેમને બહુ ઓછા લોકોએ નોટિસ કર્યા હતા. રમેશ સિપ્પીના નિર્દેશનમાં બનેલી તે ફિલ્મનું નામ હતું ‘શક્તિ’. આ ફિલ્મમાં અમિતાબ બચ્ચન અને દિલીપ કુમાર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તે જમાનાની મોટી હિટ સાબિત થઈ હતી.

આ ફિલ્મમાં અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મમાં તેમને બહુ ઓછા લોકોએ નોટિસ કર્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે લોકોએ તેમને આ ફિલ્મમાં જોયા નથી ત્યારે તે ખૂબ જ દુખી થઈ ગયા હતા. આ વાતનો ખુલાસો ખુદ અનિલ કપૂરે કર્યો હતો.

આ વાતનો ખુલાસો ખુદ અનિલ કપૂરે અમિતાભ બચ્ચનના ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિમાં કર્યો હતો. જ્યારે તે એકવાર આ શોમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચનના પુત્રનો રોલ કર્યો હતો. તેમણે કહ્યું કે મારો રોલ ફિલ્મની શરૂઆતમાં હતો.

લોકો આ ફિલ્મ જોવા મોડા પહોંચ્યા હતા અને આ સીન ફિલ્મની શરૂઆતમાં હતો. જેના કારણે લોકો તેમને જોઈ શકતા ન હતા. જણાવી દઈએ કે અનિલ કપૂર માટે એક્ટિંગમાં કરિયર બનાવવું સરળ નહોતું. પહેલી ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે સાથે કામ કરવા માટે તેમને ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા.

તેમની કારકિર્દીની મહત્વની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા પણ સૌપ્રથમ અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને આખરે ફિલ્મ મળી. અનિલ કપૂરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અનેક પાત્રો લોકોના મનમાં વસી ગયા છે.

જેમાંથી એક સુભાષ ઘાઈની ફિલ્મ રામ લખનમાં તેણે ભજવેલું લખનનું પાત્ર છે. નોંધનીય છે કે, આજકાલ અનિલ કપૂર ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમણે પહેલીવાર રિતિક રોશન સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.