Western Times News

Gujarati News

ગુજરાત સ્થિત ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં ડેટા સેન્ટરના લોન્ચ કર્યુ

મુંબઈ, ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી આઈસીટી અગ્રણી ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં તેના ડેટા સેન્ટરની શરૂઆત સાથે તેની હાજરી વિસ્તારી છે. આ વ્યૂહાત્મક પગલું કંપનીની વિવિધ વ્યવસાય જરૂરિયાતો માટે અત્યાધુનિક આઈટી અને ટેલિકોમ સોલ્યુશન્સ પૂરા પાડવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુંબઈના હાર્દસમા વિસ્તારમાં આવેલું અને એશિયા-પેસિફિક પ્રદેશમાં મહત્વનું ડેટા સેન્ટર હબ એવી આ ફેસિલિટી શહેરની કેરિયર્સ, કન્ટેન્ટ અને ક્લાઉડ પ્રોવાઇડર્સની મજબૂત ઇકોસિસ્ટમનો લાભ લે છે અને અદ્વિતીય કનેક્ટિવિટી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. આ વ્યૂહાત્મક સ્થળ ક્લાયન્ટની સુગમતા વધારે છે અને શહેરમાં હેડક્વાર્ટર ધરાવતા મોટાભાગના મોટા વ્યવસાયોને સાનુકૂળતા પૂરી પાડે છે. Gujarat-based Ishan Technologies expanded its presence with the launch of a data center in Mumbai

મુંબઈ ઈશાન ડીસી-1 ટિયર-3 સક્ષમ ફેસિલિટી (સર્ટિફિકેશન હજુ મળ્યુ નથી) તરીકેનું ગૌરવ ધરાવે છે અને પ્રભાવશાળી 99.98% અપટાઇમ, વિશ્વસનીય પાવર, મજબૂત કૂલિંગ ક્ષમતા તથા કરિયર-ન્યૂટ્રલ એમએમઆરની ખાતરી આપે છે. સમગ્ર ભારતમાં કનેક્ટવિટી નેટવર્ક ધરાવતી ઈશાન ટેક્નોલોજીસ બેન્ડવિથ, કોલોકેશન સર્વિસીઝ અને ક્લાઉડ ઇન્ટરકનેક્ટ ઓફર કરે છે જે ક્લાયન્ટને એસએલએ મેનેજમેન્ટ કરતાં વધુ ઉચ્ચ કંટ્રોલ પૂરો પાડે છે.

ઈશાન ડેટા સેન્ટરનું સૌથી મોટું જમા પાસું બિનજરૂરી કમ્પોનેન્ટ્સ સાથે તેની સતત મેઇન્ટેનેબિલિટી છે જે સતત કામગીરી સુનિશ્ચિત કરે છે અને વિશ્વસનીયતા પર ભાર મૂકે છે. 24X7 ઓનસાઇટ ફિઝિકલ સિક્યોરિટી, એડવાન્સ્ડ ફાયર સિસ્ટમ્સ, મજબૂત ડેટા સિક્યોરિટી અને સંપૂર્ણ નેટવર્ક સિક્યોરિટી પ્રોટોકોલ્સ સહિતના વ્યાપક પગલાં સાથે સુરક્ષા કેન્દ્રસ્થાને છે.

બીએફએસઆઈ, આઈટી અને આઈટીઈએસ અને બ્રોકરેજ કંપનીઓ જેવા વિવિધ સેક્ટર્સને સેવાઓ પૂરી પાડતા ઈશાન ટેક્નોલોજીસ સિંગલ રેક, સ્પ્લીટ રેક્સ, કેજિંગ અને કોઈપણ મોડ્યુલર સોલ્યુશન્સ સહિતના ફ્લેક્સિબલ કોલોકેશન કન્ફિગરેશન ઓફર કરે છે. ભારતભરતમાં નેટવર્ક અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં કંપનીની પુરવાર થયેલી નિપુણતા અસરકારક ઉકેલો અને સરળ લિફ્ટ એન્ડ શિફ્ટ ક્ષમતાઓ સુનિશ્ચિત કરે છે.

ઈશાન ટેક્નોલોજીસના ચેરમેન અને એમડી શ્રી પિંકેશ કોટેચાએ જણાવ્યું હતું કે “આ વ્યૂહાત્મક રોકાણ આ ડાયનેમિક ડિજિટલ ક્ષેત્રે ટોપ-ટિયર સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ રોકાણ ન કેવળ ક્લાઉડ સર્વિસીસ માટે વધતી માંગને પૂરી કરે છે પરંતુ અમને મુંબઈની ઊભરતી ટેક ઇકોસિસ્ટમમાં એક મહત્વની કંપની પણ બનાવે છે.

અમને વિશ્વાસ છે કે આરઓઆઈ નાણાંકીય પરિપ્રેક્ષ્યથી ઘણું આગળ વધશે અને અમારા ભાગીદારોની સફળતા તથા ટેક્નોલોજી હબ તરીકે મુંબઈના એકંદરે વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. ડેટા એ નવીનતાની અનિવાર્યતા છે તેવા સમયમાં અમારી ફેસિલિટી વ્યવસાયોને આ ડિજિટલ સમયમાં ટકી રહેવા માટે જે ટૂલ્સ જોઈએ છે તેનાથી સશક્ત કરવા માટે સજ્જ છે.”

ઈશાન ટેક્નોલોજીસ ડેટા સેન્ટરના ક્ષેત્રે તેની હાજરી વિસ્તારી રહી છે ત્યારે તે અદ્વિતીય સોલ્યુશન્સ પૂરા પાડીને વ્યવસાયોને સશક્ત કરવાનું ચાલુ રાખે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.