Western Times News

Gujarati News

અમદાવાદના 7 ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાંથી તંત્રને સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સની આવક મળી

ટેક્સ ડિફોલ્ટર્સની ૨૫ હજાર મિલકતોને મ્યુનિ. કોર્પાે.એ તાળાં લગાવી દીધાં-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનને 76 કરોડ રૂપિયાથી પણ વધુની આવક

(એજન્સી)અમદાવાદ, શહેરના સૌથી સમૃદ્ધ ગણાતાં પશ્ચિમ ઝોનમાં મોટી રકમના ટેક્સ ડિફોલ્ટર સામે મ્યુનિસિપલત ંત્ર આકરાં પગલાં લઈ રહ્યું છે. શહેરના સાત ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાંથી તંત્રને સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સની આવક મળી રહી છે.

એટલે સ્વાભાવિકપણે સત્તાધીશો ટેક્સ આવકમાં વૃદ્ધિ કરવા માટે આ ઝોનમાં મોટી રકમના ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પ્રોપર્ટી ટ ેક્સ વિભાગ દ્વારા એકલા પશ્ચિમ ઝોનમાં લગભગ ૨૫ હજાર જેટલી કોમર્શિયલ મિલકતને તાળાં મરાયાં હોવાની વિગત જાણવામ ળી છે.

પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગનો એક સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે મોટી રકમના ડિફોલ્ટર્સ સામે તંત્રએ લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા ગત ૨૪ નવેમ્બર-૨૦૨૩ન્થી મેગા ટ્રિગર ઈવેન્ટ હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત શહેરના વધુને વધુ ટેક્સ ડિફોલ્ટર્સને કાયદાકીય સાણસામાં લાવવામાં આવી રહ્યા છે. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો તે દિવસે સત્તાધીશોએ કુલ ૨૬૦ કોમર્શિયલ મિલકતને તાળાં માર્યા હતાં.

તા. ૧ ડિસેમ્બર-૨૦૨૩ના દિવસે ૩૩૭ મિલકત, ૮ ડિસેમ્બર-૨૩એ ૩૮૦ મિલકત, ૧૫ ડિસેમ્બર-૨૩એ ૪૫૭ મિલકત, ૨૨ ડિસેમ્બર-૨૩એ ૬૪૯ મિલક, ૨૯ ડિસેમ્બર-૨૩એ ૪૪૫ મિલકતને તંત્રના તાળાં લાગ્યા હતા. નવા વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધી થયેલી સીલિંગને કામગીરીને જો તપાસીએ તો તા. ૫ જાન્યુઆરીની ટ્રિગર ઈવેન્ટમાં ૧૩૦૧ મિલકત, ૧૨ જાન્યુઆરીએ ૧૨૩૩ મિલકત, ૧૯ જાન્યુઆરીએ ૧૦૪૦ મિલકત, ૨૩ જાન્યુઆરીએ સૌથી વધુ ૯૨૪૭ મિલકત અને ૩૦ જાન્યુઆરીએ ૪૩૧૯ મિલકત સીલ કરાઈ હતી. આણ ટ્રિગર ઈવેન્ટ દ્વારા પશ્ચિમ ઝોનમાં મોટી રકમના ડિફોલ્ટર્સની કુલ ૨૧,૩૪૭ મિલકતને તંત્રના તળાં લાગ્યા હતા.

ગતા તા. ૩૧ જાન્યુઆરીએ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વધુ ૨૫૫ મિલકતને સીલ કરાઈ હતી તેમજ તે દિવસે મ્યુનિસિપલ તિજોરીમાં રૂ. ૭૭.૯૧ લાખ આવક પેટે ઠલવાયા હતા. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તા. ૧ એપ્રિલ ૨૦૨૩થી ૩૧ જાન્યુઆરી -૨૦૨૪ સુધીમાં સત્તાવાળાઓએ ડિફોલ્ટર્સની કુલ ૨૪,૮૯૦ કોમર્શિયલ મિલકતને તાળાં મારીને તેમને દોડતા કરી દીધા હતા.

પ્રોપર્ટી ટેક્સ વિભાગની આકરી બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશના અઢળક મ્યુનિ. તિજોરીને પણ આવકમાં અડળક ફાયદો થયો હોવાની પણ વિગત જાણવા મળી છે. ગત તા. ૧-૪-૨૦૨૨થી તા. ૩૧-૧-૨૦૨૩ સુધી તંત્રને આવક પેટે રૂ. ૨૩૩.૯૫ કરોડ મળ્યા હતા. આની સામે ચાલુ નાણાકીય વર્ષની તા. ૧ એપ્રિલ-૨૦૨૩થી ૩૧ જાન્યુરી ૨૦૨૪ સુધીમાં તંત્રની તિજોરીમાં રૂ. ૩૧૦.૮૨ કરોડ ઠલવાઈ ચૂક્યા છે. એટલે કે આટલા જ સમયગાળામાં મ્યુનિસિપલ તિજોરીમાં વધુ રૂ. ૭૬.૮૭ કરોડ ટેક્સ આવક પેટે ઠલવાઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.