Western Times News

Gujarati News

૩ માસથી વધુ મેન્ટેનન્સ બાકી હોય તે સભ્ય સોસાયટીમાં ડિફોલ્ટર ગણાશે: સુપ્રીમ કોર્ટ

લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મીટિંગમાં ભાગ નહીં લઈ શકે, ફરિયાદ સાંભળવામાં આવશે નહીં

(એજન્સી) અમદાવાદ, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ મુજબ તથા સોસાયટી રજિસ્ટ્રેશન એકટ મુજબ રજિસ્ટર થયેલા ટ્રસ્ટના કેસમાં સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશે. સુપ્રિમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે જે સભ્યોના લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મિટિંગમાં કે પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે નહી.

મુંબઈના નાગપુરમાં શિક્ષણ પ્રસારક મંડળ ૧૯૪૬થી સખાવતી સોસાયટી તરીકે સોસાયટી રજિસ્ટ્રેશન એકટ હેઠળ નોંધાયેલ છે. સોસાયટીએ તેના નિયમો ઘડ્યા છે. પાછળથી સોસાયટીને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ચુકાદો એવી સોસાયટી પર છે જે કો-ઓપ સોસાયટી એકટ હેઠળ નોંધાયેલ છે અને સોસાયટી રાજીનામું અધિનિયમ હેઠળ જે ચરિટી કમિશનર ઓફિસ સમક્ષ રજિસ્ટર થયેલ છે.

જેમાં સોસાયટી રજિસ્ટ્રેશન એકટની કલમ ૧પ હેઠળ જે વ્યક્તિ ચેરિટી કમિશનર ઓફિસ હેઠળ નોંધાયેલ સોસાયટીના સભ્યો છે. જો તેમણે ફી ન ભરી હોય તો તેઓ ચૂંટણી ફોર્મ ભરી શકતા નથી. જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ સોસાયટી હેઠળ હોવી જોઈએ. એકિઝકયુટિવ બોડી અથવા પેટા-નિયમો હેઠળ સક્ષમ અન્ય કોઈપણ બોડીતેમનો મામલો ઉઠાવી શકે છે.

તેમને કારણ બતાવો નટિસ આપી શકે છે. તેમની જવાબદારીઓ પૂરી કરીને તેમનું સભ્યપદ બચાવવાની તક આપી શકે છે. જે નિષ્ફળ જશે તો તેમનું સભ્યપદ સમાપ્ત કરાશે. જયારે તેમ છતાં તેઓ તેમની જવાબદારીઓ પૂરી નહીં કરે ત્યારે તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હોવાનું જાહેર કરાશે કાયદાકિય નિષ્ણાતે જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનોઆ ચુકાદો જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ સોસાયટી હેઠળ હોવી જોઈએ તેને લાગુ પડશે.

ચુકાદાના મુખ્ય મુદ્દા ઃ ૩ મહિનાથી વધારે મેન્ટેન્સ બાકી હોયતે સભ્ય સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશે • જે સભ્યોનું સોસાયટીનું લેણુ બાકી હશે તે સભ્ય સોસાયટીમાં મિટિંગમાં કે સોસાયટી પ્રોગ્રામમાં ભાગ લઈ શકશેનહીં • ડિફોલ્ટર સભ્યની કોઈપણ જાતની કમ્પ્લેન સોસાયટી કમિટી સાંભળશે નહિ • મકાનની ટ્રાન્સફર ફી આપેલ નથી તે સોસાયટીના મેમ્બર્સ ગણાશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.