Western Times News

Gujarati News

પર્સીયન કેટ, ડોગ, મકાઉ પેરોટ, ઘોડા સહિતના પેટ્‌સ લોકોને આકર્ષિત કર્યા પેટ્‌સ એમ્પાયર્સ શો માં

ભરૂચમાં ગુજરાત લેવલનો પેટ્‌સ એમ્પાયર્સ ૨.૦ શો યોજાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં રોટરી કબલ દ્વારા પેટ્‌સ એમ્પાયર્સ ૨.૦ નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. જેમાં ૧૫૦ થી વધુ પેટ્‌સના માલિકોએ ભાગ લીધો હતો.જેમાં ઈગવાના રેપટાઈલ્સ, પર્સીયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરોટ,ઘોડા સહિતના પેટ્‌સ લોકોને આકર્ષિત કર્યા હતા.કલેક્ટર ડૉ.તુષાર સુમેરા દ્વારા પેટ્‌સ શોને ખુલ્લો મુકાયો હતો. Gujarat level Pets Empires 2.0 show was held in Bharuch

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ, ઈન્ટરેક્ટ અને રોટ્રેક્ટ કલબ ઓફ ભરૂચના સહયોગથી ગુજરાત લેવલના પેટ્‌સ એમ્પાયર્સ ૨.૦ શોનું આયોજન કરાયુ હતું.જેમાં સમગ્ર ગુજરાત માંથી વિવિધ બ્રિડના ડોગ, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી, ઈગવાના રેપટાઇલ્સ, કબૂતર, બકરા, મરઘી વિગેરેને પાળનારા લગભગ ૧૫૦ જેટલા પ્રાણીપ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા.આ પેટ્‌સ શોને ભરૂચના કલેકટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

આ પ્રદર્શનમાં પાલતું પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.પેટ્‌સ શો માં પાલતું પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.આ પેટ્‌સ શો માં અલગ અલગ પેટ્‌સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી.જેમાં વિશેષ પેટ્‌સને મેડલ અને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

આ સ્પર્ધામાં બિલાડીઓ માં પર્સીયન કેટ,પક્ષીઓ માં મકાઉ પેટર, ઘોડા અને ફીસ,બકરો સહીત ના પશુ- પક્ષીઓના માલિકોએ ભાગ લીધો હતો.આ પેટ્‌સ શો માં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી કલબ પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેકટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં પેટ્‌સ લવર્સ હાજર રહ્યાં હતા.જ્યારે વન વિભાગ દ્વારા પણ અલગ અલગ સાપ વિષે લોકોને માહિતગાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.