Western Times News

Gujarati News

કુખ્યાત કાલુ ગરદન જુહાપુરામાં પાછો આવતાં સ્થાનિકોમાં દહેશત ફેલાઈ

Files Photo

જુહાપુરામાં વરલી મટકાના અડ્ડા પર ક્રાઈમ બ્રાંચનો દરોડો- કાલુ સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે

(એજન્સી)અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી જુહાપુરામાં કાલુ ગરદન નામના લુખ્ખા તત્વના આતંકથી સ્થાનિકોને રાહત હતી પરંતુ થોડાક દિવસોથી તે ફરીથી સક્રિય થઈ જતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કાલુ ગરદને પોતાના વિસ્તારમાં વરલી મટકાના જુગારની શરુઆત કરી છે જેમાં ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કાલુ ગરદન પર લેન્ડ ગ્રેબિંગ સહિતના સંખ્યાબંધ ગુનાઓ દાખલ થયા છે અને પોલીસે તેની દાદાગીરીનો અંત લાવીને તેને ગુજરાત છોડી દેવા પર મજબૂર કરી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે કાલુ ગરદન વિરુદ્ધ ગુનો નોંધતાં સ્થાનિકોમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી બંધ થઈ ગયેલી ગેંગવોર ફરીથી શરુ થઈ શકે છે.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરા સંકલિતનગરમાં કુખ્યાત મહંમદશરીફ ઉર્ફે કાલુગરદન શેખ પોતાના ભાઈ મહંમદસુલતાન શેખ સહિતના લોકોને સાથે રાખીને વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સંકલિતનગરમાં દરોડા પાડ્યા હતા અને સલીમ ઉર્ફે જાંબુ કાસમ સૈયદ, ઉસ્માન સૈયદ અને મહંમદસુલતાન શેખની ધરપકડ કરી હતી. તેમની પાસેથી સટ્ટાના આંકડા,ડાયરી સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ક્રાઈણ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કાલુ ગરદન પોતાની ધક ફરીથી જુહાપુરામાં જમાવવા માટે સક્રિય થઈ ગયો હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.કાલુ ગરદન અને સુલતાનખાન વચ્ચે ગેંગવોર થતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી સુલતાનખાન અને તેની ગેંગ પર ગુજસીટોક લાગ્યો હોવાથી તે સાબરમતી જેલમાં બંધ છે જ્યારે કાલુ ગરદન હવે જામીન પર છૂટીને બહાર આવી ગયો છે. આરઆટીઆઈ એક્ટિવિસ્ટ નદિમ સૈયદની હત્યા કેસમાં કાલુ ગરદનની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં કોર્ટે તેને નિર્દાેષ છોડી મૂક્યો હતો. આ બાદ કાલુ ગરદને પોતાની ગેંગ ઉભી કરીને જમીનો પર કબજો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુનેગાર મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન દ્વારા જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પાેરેશનની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને તાત્કાલિક ઝોન ૭ ના ડીસીપી પ્રેમસુખ ડહેલુએ તોડાવી નાખ્યું હતું.

ગેરકાયદે રીતે જમીન પચાવી પાડતાં હવે મહંમદશરીફ ઉર્ળે કાલુ ગરદન સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાલુ ગરદન વિરુદ્ધ ૩૦થી વધુ ગુના નોંધાયા છે. જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં ક્રાઈમ બ્રાંચે કાલુ ગરદનની ધરપકડ કરી હતી. કાલુએ જામીન પર મુક્ત થયા બાદ તે ઘણા સમયથી સુધી વોન્ટેડ રહ્યો હતો. પોલીસે જુહાપુરાના રહીશોને કાલુ ગરદનના આતંકથી શાંતિ અપાવી દીધી હતી જો કે હવે તે ફરીથી જુહાપુરામાં આવી જતાં લોકોમાં દહેશત જોવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.