શિયાળામાં બાજરી ખાવાથી શરીરને થાય છે ફાયદો
બાજરી એક સાબૂત અનાજ છે. તેને શિયાળામાં સેવન કરવું ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શિયાળામાં રાઈના શાક સાથે બાજરીના રોટલા ખાવામાં આવે છે તે તાસીરમાં ગરમ હોય છે. તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે બાજરીમાં ફાઈબર એમિનો એસિડ જેવા પોષક તત્વો હોય છે. બાજરીના સેવનથી વજન ઘટે છે અને પાચન તંત્ર મજબુત બને છે.
બાજરીના રોટલા ખાવાના ફાયદા ઃ હદયને સ્વસ્થ રાખે ઃ બાજરી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે તેનું સેવન કરવાથી તમારા હદયનું સ્વાસ્થ્ય સારું રહે છે તમને બીપી, કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે ઃ માર્કેટ ગ્લુટેન ફ્રી ડાયટનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત બાજરીમાં રહેલા અન્ય પોષક તત્વો ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આહારમાં ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનો સમાવેશ કરવો ફાયદાકારક છે.
વજન ઘટાડવામાં ઉપયોગી ઃ બાજરીમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. જો તમે વજન ઘટાડવા દરમિયાન ઘઉંની જગ્યાએ બાજરીના રોટલાનું સેવન કરો છો, તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રીતે તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. તેનાથી તમારું વધેલું વજન નિયંત્રણમાં રહે છે.
પાચનને સ્વસ્થ રાખે ઃ જો તમારું પેટ વારંવાર ખરાબ રહેતું હોય તો તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરો. અનાથી તમને ગેસ, એસિડિટી અને પેટનું ફુલવું જેવી પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.
લોહીની ઉણપ પુરી કરે ઃ બાજરીમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારા આહારમાં બાજરીની ખીચડી અથવા રોટલાનો ચોકકસ સમાવેશ કરો, જેના કારણે તમારા શરીરમાં દવા વગર લોહી વધવા લાગે છે.