Western Times News

Gujarati News

સાબરકાંઠા બેઠક માટે સીટીંગ સાંસદને રીપીટ કરાય તેવી હલચલ

જો ક્ષત્રીય ઉમેદવારો પસંદ કરવાની ચર્ચામાં તાજેતરમાં કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ પૂર્વ ધારાસભ્ય સી. જે.ચાવડાનું નામ રેસમાં છે.

મોડાસા, આગામી લોકસભાની ચુંટણી એપ્રિલ કે મે માસમાં યોજાશે. આ ચુંટણી માટે કેન્દ્રીય ચુંટણી પંચે તડામાર તૈયારી આરશંભી છે. મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે. તેમજ મતદાન મથકો પણ નકલી થઈ ગયા છે. માત્ર ઈવીએમ મશીન અને વીવીપેટ બાબતે ગુંચવાડો પ્રવર્તે છે.

કોગ્રેસ સમાજવાદી પણ અને આપ પાર્ટી સહીતના વિરોધ પક્ષે ઈવીએમના ઉપયોગ સામે આક્ષેપ સાથે વાંધો લઈ જાહેરમાં વિરોધ વ્યકત કરી તેના બદલે મતદાન જુની અને વિશ્વાસપાત્ર પધ્ધતિ મતપત્રથી કરાવવા બુલંદ માંગ કરી છે. જેથી ચુંટણીપંચમાં મતમતાંદર પ્રવર્તે છે.

હવે જોવાનું રહેશે કે લોકસભાની ચુંટણીમાં મતદાન કઈ રીતે થશે તેના નિર્ણય ઉપર રાજકીય પક્ષોની મીટ છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ ચુંટણીની તૈયારીમાં પડી ગયા છે. જેમાં ભાજપે બેઠક દીઠ પ્રભારી નીમી દીધા છે. હાલના મોટાભાગના સાંસદને રીપીટ કરવામાં આવશે નહી. નો રીપીટ થીયરી અપનાવવામાં આવશે. જયારે કોગ્રેસ સહીત વિરોધપક્ષને ઉમેદવારોને પસંદ કરવાની મોકાણ છે.

વિપક્ષના ઈન્ડીયા ગઠબંધનમાં ૧ર સાંધો ને તેર તૂટે છે. હજુ સુધી વિરોધપક્ષે બેઠકોની ફાળવણી થઈ શકી નથી. જયારે સાબરકાંઠા લોકસભાની બેઠકમાં છેલ્લા બે ટર્મના ભાજપના સંસદ સભ્યને આ વખતે ફરીથી રીપીટ કરવાના ન હોઈ તેમની જગ્યાએ અન્ય યોગ્ય મજબુત ઉમેદવાર પસંદ કરવામાં આવશે. સાબરકાંઠા બેઠકમાં સૌથી વધુ મતદારો ક્ષત્રીય ઠાકોર છે.

અને નોધપાત્ર મતદારો પટેલ સમાજના પણ છે. આ અગાઉ લોકસભાની ચુંટણીમાં બે વાર કનુભાઈ રવજીભાઈ પટેલને ભાજપના ઉમેદવાર બનાવેલ ત્યારે કોગ્રેસના વાવડ વચ્ચે બંને વખત ૧પ૦૦ જેટલી મામુલી લીડ મારજીનથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો હતો. માટે આજની રાજકીય પરીસ્થિતીમાં ભાજપનો સિતારો બુલંદ હોઈ ફરીથી કનુભાઈ પટેલને તક આપવી જોઈએ તેવો મતપ્રવર્તે છે.

જો ક્ષત્રીય ઉમેદવારો પસંદ કરવાની ચર્ચામાં તાજેતરમાં કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ પૂર્વ ધારાસભ્ય સી. જે.ચાવડાનું નામ રેસમાં છે. તેમાં પૂર્વ ધારાસભ્ય દીલીપસિંહ ઠાકોર અને મંત્રી ભીખુસિંહ પરમાર તથા અશ્વિન કોટવાળ પુર્વ ધારાસભ્યનું નામ પણ ચર્ચામાં છે. જયારે કોગ્રેસમાંથી મધુસુદન મીસ્ત્રી, રાજેન્દ્રભાઈ પારઘી અને રાજેન્દ્રભાઈ ઠાકોરના નામ ચર્ચામાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.