Western Times News

Gujarati News

AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં લિસ્ટિંગ થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન બોન્ડના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને  પ્રાપ્ત થયો. ગુજરાતમાં સૌપ્રથમ AMC દ્વારા આ પ્રકારના ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે,જે થકી એકત્રિત નાણાનો ઉપયોગ શહેરમાં ઈકો-ફ્રેન્ડલી ગ્રીન પ્રોજેક્ટ્સના વિકાસ માટે કરવામાં આવશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન એમિશનનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે પ્રકૃતિના સંવર્ધન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એ ખૂબ જરૂરી છે. AMC ના આ બોન્ડ થકી સુએજ વોટરને ટ્રીટમેન્ટ, રિન્યૂએબલ એનર્જી જનરેશન, ઝીરો લિક્વીડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન પ્રોજેક્ટ્સ સાકાર થશે,

જે માનનીય પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્ત્વનું કદમ બની રહેશે. આ બોન્ડને ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો અને બોન્ડ ઓવરસબસ્ક્રાઈબ્ડ થયા, જે મ્યુનિસિપલ બોન્ડ માર્કેટમાં મોટી સફળતા છે. AMC ને આ સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રીશ્રીએ મેયર શ્રીમતી પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.

અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. ૨૦૦ કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ પ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે ૧૧.૦૦ કલાકે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની ૦૪ સેકન્ડમાં જ રૂ. ૨૦૦ કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. ૪૧૫ કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે. બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા ૩૦ ઈન્વેસ્ટર તરફથી રૂ. ૧૩૬૦ કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે.

આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ ૧૩.૬૦ ગણો ભરાયેલો છે.

આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
————-


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.