Western Times News

Gujarati News

અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી કેપિટલ સ્મોલ ફાઇનાન્સના IPOને સબ્સ્ક્રાઇબની ભલામણ

·         પબ્લિક ઇશ્યૂ બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024થી શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024 સુધી ખુલ્લો છે

·         કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે ઇક્વિટી શેર દીઠ રૂ. 468ના અપર પ્રાઇઝ બેન્ડ પર 19 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 156.92 કરોડ એકત્રિત કર્યા છે

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના આઈપીઓને આનંદ રાઠી, મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસીઝ, સુશીલ ફાઇનાન્સ, બીપી વેલ્થ, એસએમસી ગ્લોબલ વગેરે જેવા અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી છે.

આનંદ રાઠી આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક એ કાસાના ઊંચા હિસ્સા સાથે રિટેલ કેન્દ્રિત લાયેબિલિટી ફ્રેન્ચાઇઝી છે. તે સિક્યોર્ડ અને ડાયવર્સિફાઇડ એડવાન્સીસ પોર્ટફોલિયો ધરાવે છે. તેની ક્રેડિટ એસેસમેન્ટ પ્રોસેસીસ અને રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ તેમને સારી એસેટ ક્વોલિટી જાળવવા અને બાકી પેમેન્ટ ચૂકવવાનો નીચો દર જાળવવામાં મદદ કરે છે. તેમણે વર્ષોથી તેમના માર્કેટ અને ગ્રાહક આધારની સમજ કેળવી છે જેનથી તેઓ તેમના હાલના તથા સંભવિત ગ્રાહકોની નાણાંકીય જરૂરિયાતો સંતોષી શકે છે. આનંદ રાઠી રિપોર્ટમાં જણાવાયું છે કે ઇશ્યૂ વ્યાજબી કિંમતે છે અને આઈપીઓ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાના રેટિંગની ભલામણ કરે છે.

મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસીઝનો આઈપીઓ રિપોર્ટ જણાવે છે કે તેણે આઈપીઓને સબ્સ્ક્રાઇબનું રેટિંગગ આપ્યું છે કારણ કે કંપની ઓપરેશનલ અને નફાકારકતાના આંકડામાં સતત સુધારા સાથે નિરંતર વિકાસનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત તે તેના સમકક્ષોની સરખામણીએ વાજબી વેલ્યુએશન પર ઉપલબ્ધ છે.

સુશીલ ફાઇનાન્સના આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની બ્રાન્ચ આધારિત ઓપરેટિંગ મોડલ સાથે ઉપ નગરીય અને ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત હાજરી ધરાવે છે. કંપની સુરક્ષિત ધિરાણ પર ધ્યાન આપીને ઓર્ગેનિક રીતે લોન બુક વધારવાનું ચાલુ રાખવાનો ઇરાદો ધરાવે છે. તે સ્કેલેબિલિટી અને નફાકારક વૃદ્ધિ માટે ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સનો લાભ લેવાનો પણ ઈરાદો રાખે છે. ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બિઝનેસ ખૂબ જ સ્પર્ધાત્મક ક્ષેત્ર છે. આથી ગ્રામીણ તથા ઉપ નગરીય વિસ્તારમાં બેંકિંગ અને માઇક્રો-ફાઈનાન્સ સર્વિસીઝ મજબૂત પ્રસાર ધરાવતી હોવાથી કંપની લાભ મેળવવાની સ્થિતિમાં છે.

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો સાથે સરખામણી કરતા બીપી વેલ્થ આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે કેપિટલ એસએફબીનો કાસા રેશિયો એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી ખાનગી ક્ષેત્રની કેટલીક અગ્રણી બેંકોના જેટલો જ છે. આ ઉપરાંત, 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો તેનો 2.73%નો ગ્રોસ એનપીએ અને 1.36%ની નેટ એનપીએ તેની વ્યવસ્થિત અંડરરાઇટિંગ પ્રોસેસીસ, ક્રેડિટ એસેસમેન્ટ, સક્ષમ કલેક્શન અને રિસ્ક મેનેજમેન્ટનો પુરાવો રજૂ કરે છે.

એસએમસી ગ્લોબલ આઈપીઓ રિપોર્ટમાં જણાવાયું છે કે કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક 2015થી વિખ્યાત એસએફબી લાયસન્સ મેળવનાર અગ્રણી નોન-એનબીએફસી માઇક્રોફાઇનાન્સ એકમ તરીકે રહી છે. ઉત્કૃષ્ટ વેચાણ અને નફા વૃદ્ધિ દર્શાવતો આ ઇશ્યૂ આકર્ષક કિંમતે છે. લાંબા ગાળે લાભ ઇચ્છતા સમજદાર રોકાણકારો આ આકર્ષક તક અંગે વિચારણા કરી શકે છે.

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે 19 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી શેરદીઠ રૂ. 468ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 156.92 કરોડ પણ એકત્રિત કર્યા છે. મહત્વના એન્કર ઇન્વેસ્ટર્સમાં વ્હાઇટઓક કેપિટલ ફંડ, એલસી ફેરોસ મલ્ટી સ્ટ્રેટેજી ફંડ, નિપ્પોન લાઇફ ઈન્ડિયા ટ્રસ્ટી લિમિટેડ, 360 વન ફંડ, એડલવાઇઝ ટોકિયો લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.