“શુટ એટ સાઈટ” ઓર્ડરઃ ગેરકાયદેસર બનેલી મદરેસાને હટાવવા જતાં હલ્દવાનીમાં હિંસા ભડકી
ઉત્તરાખંડના હલ્દવાનીમાં અચાનક હિંસાની જવાળાઓ ભડકી ઉઠી હતી. પથ્થરમારો, આગચંપી અને ગોળીબારમાં છ લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા. મોટી સંખ્યામાં ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
हल्द्वानी के बनभूलपुरा में हुई घटना पर त्वरित संज्ञान लेते हुए प्रशासन को उपद्रवियों के विरुद्ध कठोर से कठोर कार्रवाई के निर्देश दिए हैं। देवभूमि उत्तराखण्ड में कानून व्यवस्था बिगाड़ने वाले किसी भी दंगाई को बख्शा नहीं जाएगा। pic.twitter.com/IxiQfPfHNR
— Pushkar Singh Dhami (@pushkardhami) February 8, 2024
દેહરાદુન, ભીડે એવો હંગામો મચાવ્યો કે પોલીસકર્મીઓ માટે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો. હલ્દવાનીમાં મોડી રાત સુધી હિંસા છવાયેલી રહી. હવે સમગ્ર શહેરમાં કફર્યુ લાદવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, નજીકની છત પરથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બથી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે નોટિસ આપવામાં આવી હતી, ત્યારે પથ્થરો ન હતા. તેણે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશનની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમને પણ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી તમામ રેકોર્ડ બળી ગયા હતા.
ગેરકાયદેસર રીતે બનેલ મદરેસા અને મસ્જિદને હટાવવા બુલડોઝરની કાર્યવાહી શરૂ થયા બાદ પોલીસ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. શેરીઓમાં એકઠા થયેલા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. પોલીસ અને અધિકારીઓને પરત ફરવાનો રસ્તો રોકવા માટે બાઇકને આગ ચાંપી દેવામાં આવી હતી અને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
Why #HaldwaniIsBurning ?
📍Uttarakhand
There was an illegal Madrasa.
Court ordered to demolish the illegal structure.
Administration went to demolish illegal Madrasa in #Haldwani.
But,
Islamists started pelting stones & attackîng.
pic.twitter.com/fnMMvHsSQm— Gega Updates™ (@gegaupdates) February 9, 2024
પોલીસની સિટી પેટ્રોલિંગ કાર અને મહાનગરપાલિકાના ટ્રેક્ટરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ અને ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મોડી રાત સુધી પથ્થરમારાને કારણે ડઝનબંધ પોલીસ અધિકારીઓ સહિત ૨૦૦દ્મક વધુ જવાનો ઘાયલ થયા છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં બદમાશોએ હંગામો મચાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે આ વિસ્તારમાં કફર્યુ લગાવવો પડ્યો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશો જારી કરવામાં આવ્યા. આ હિંસામાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે અને ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
दंगाइयों और उपद्रवियों के विरुद्ध करेंगे कठोरतम कार्रवाई
हल्द्वानी के बनभूलपुरा में हुई घटना के संबंध में शासकीय आवास पर अधिकारियों के साथ उच्चस्तरीय बैठक कर वर्तमान स्थिति की समीक्षा की।
पुलिस को अराजक तत्वों से सख़्ती से निपटने के स्पष्ट निर्देश दिए हैं। आगजनी पथराव करने… pic.twitter.com/e5VdmR7y0o
— Pushkar Singh Dhami (@pushkardhami) February 9, 2024
નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ વંદનાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હલ્દવાનીમાં કફર્યુ લાદવામાં આવ્યો છે, જયારે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે, અને આ વિસ્તારમાં શાળાઓ બંધ રાખવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ તાત્કાલિક કામ (મેડિકલ વગેરે) સિવાય ઘરની બહાર નીકળશે નહીં.
વાસ્તવમાં પોલીસ પ્રશાસનની ટીમ હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલ મદરેસા અને મસ્જિદને હટાવવા ગઈ હતી. કાર્યવાહી શરૂ થતાંની સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓ કાર્યવાહીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ બેરિકેડ તોડતા અને ડિમોલિશન ઓપરેશનમાં રોકાયેલા પોલીસકર્મીઓ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
જેસીબીની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ભીડ હિંસક બની ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા બાદ પથ્થરમારો કરવા લાગ્યો હતો. થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો. બુલડોઝર ચલાવવા આવેલા વહીવટીતંત્ર પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે થયેલા લોકોને શાંત કરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો, જેના કારણે હંગામો વધુ વધી ગયો. આ પછી રામનગરથી વધારાના દળો બોલાવવામાં આવ્યા હતા અને બનભૂલપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે ફરીથી ચાર્જ સંભાળ્યો હતો.
તોફાનીઓએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી હતી અને ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. હંગામા બાદ સમગ્ર વિસ્તારમાં કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે અને બદમાશો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ જ અતિક્રમણ હટાવવાની કામગીરી થઈ હોવાનો વહીવટ અને સરકાર દાવો કરી રહી છે. કોંગ્રેસે કહ્યું કે બંને પક્ષોએ ધીરજ રાખવી જોઈએ.
ઘાયલ પોલીસકર્મીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ખતરાની બહાર છે. હોસ્પિટલમાં દાખલ ૩૦૦ થી વધુ લોકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ છે. જેમ જેમ હોબાળો વધતો ગયો તેમ તેમ સરકાર પણ સાવધાન થઈ ગઈ.