Western Times News

Gujarati News

પાણી ગરમ કરવાની ઈલેક્ટ્રિક રોડથી બનાવી ચા

નવી દિલ્હી, શિયાળામાં દરેક વ્યક્તિને સ્ટ્રોંગ ટી પીવી ગમે છે. લોકો દિવસમાં ઘણા કપ ચા પીવે છે. દુનિયાભરમાં ચા અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે, પરંતુ ચા બનાવવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે એકદમ રમૂજી છે.

આ વીડિયોમાં અનોખી રીતે ચા બનાવવામાં આવી રહી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયો જોયા બાદ લોકો તેના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર Mera_vidisha નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં પાણી ગરમ કરવા માટે ઈલેક્ટ્રીક રોડની મદદથી ચા બનાવવામાં આવી રહી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ ટ્રિક વિદિશાની બહાર ન જવી જોઈએ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાની તપેલીમાં પાણી ગરમ કરવા માટે એક સળિયો લગાવવામાં આવ્યો છે.

વાસણમાં ચાની પત્તી અને દૂધ છે, જે ઈલેક્ટ્રીક રોડ નાખવાને કારણે ઉકળી રહ્યું છે. અત્યાર સુધીમાં આ વાયરલ વીડિયોને લગભગ ૪ લાખ લોકોએ જોયો છે અને ૯ હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘આપણા ભારતમાં કેટલા ટેલેન્ટેડ લોકો છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ ટ્રીક ટ્રેનમાં વાપરવી સારી છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જો તમને વીજ કરંટ લાગશે તો વિદિશા છોડી દો, તમે દુનિયાથી દૂર થઈ જશો.’ કોમેન્ટ કરતા ચોથા યુઝરે લખ્યું કે, ‘અમે કોલેજ દરમિયાન આ રીતે મેગી બનાવતા હતા.SS1Ms


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.