શાહિદ-કૃતિના ઇન્ટીમેટ સીન્સ પર સેન્સર બોર્ડની ચાલી કાતર
મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ કૃતિ સેનની જોડી પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે નજરે પડવાની છે. બન્નેની રોમેન્ટિક મુવી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં રોમાન્સ કરતા જોવા મળવાના છે. બન્નેની આ ફિલ્મ વેલેન્ટાઇન વીક ૯ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે જેની લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
આ એઆઇ તકનીકોને પ્રદર્શિત કરતી ફિલ્મ છે જેમાં શાહિદ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. જો કે રિલીઝ પહેલાં ફિલ્મને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનથી U/A સર્ટીફિકેશન મળ્યુ હતુ. જો કે સીબીએફસીએ ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવાની જાણ કરી છે. એવામાં ફિલ્મના કેટલાક સીન કટ કરવા પડશે.
આ સીન્સમાં અનેક ઇન્ટીમેટ સીન્સનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં કેટલાક ઇન્ટીમેટ સીન્સને કટ કરવાની સુચના આપી છે. બોર્ડની ગાઇડલાઇન અનુસાર ફિલ્મએ ૨૫ ટકા સુધી ઇન્ટીમેટ સીન દૂર કરવા પડશે.
પહેલાં ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં ૩૬ સેકેન્ડનો ઇન્ટીમેટ સીન હતો, જે હવે કટ કરીને ૨૭ સેકન્ડનો કરવામાં આવ્યો છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના બીજા ભાગમાં દારુ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને ડ્રિંક શબ્દમાં બદલવાનું સુચન કર્યુ છે.
આ સિવાય સીબીએફસીએ નિર્માતાઓને મોટા ફોન્ટમાં હિન્દી ધુમ્રપાન નિષેધનો સંદેશ લખવાનું સુચન આપ્યો છે. આ બધા ફેરફારો પછી બોર્ડે આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને U/A સર્ટિફિકેશન આપ્યુ છે.
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં શાહિદ-કૃતિ સિવાય બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ ડિમ્પલ કાપડીયા પણ અહમ ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ અમિત જોશી અને આરાધના સાહ દ્રારા લિખિત અને નિર્દેશિત છે. ફિલ્મને દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકરે પ્રોડયુસ કરી છે. કૃતિ સેનન છેલ્લે આદિપુરુષ ફિલ્મમાં સીતા બનીને નજરે પડી હતી.
આ પહેલાં મિમીમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે કૃતિને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. જ્યારે શાહિદ કપૂરની વાત કરવામાં આવે તો છેલ્લે વેબ સિરીઝ ફર્ઝીમાં જોવા મળ્યો હતો. લોકોએ આ સિરીઝના ખૂબ વખાણ કર્યા હતા. લોકોને આ સિરીઝ ખૂબ પસંદ પડી હતી. હવે બન્નેની જોડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જોવા માટે ફેન્સ તૈયાર છે.SS1MS