Western Times News

Gujarati News

કરમસદને આણંદ નગરપાલિકામાં સમાવવા સામે ભારે વિરોધ

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

આણંદ, આણંદને મહાનગર બનાવવાની જાહેરાત થતાં જ વિરોધના સૂર ઉઠવા માંડ્યા છે. આણંદ અને તેની આસપાસના બાર જેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવશે કરવા બાબતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, ગુજરાત દ્વારા સરદાર પટેલની માતૃભૂમિ કરમસદને બાકાત રાખી સરદાર પટેલનું અપમાન કરવા બાબતે ચીમકી ઉચ્ચારીને કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સુત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું.

આણંદને મહાનગરપાલિકાને દરજજો આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં આણંદ, વિદ્યાનગર, કરમસદ સહિત આજુબાજુના ગામો સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ બાબતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાતના નેજા હેઠળ કરમસદના અગ્રણીઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાજપ સરકાર માત્ર સરદારનું નામ ચૂંટણી ટાણે વટાવે છે, પરંતુ તે સરદાર વિરોધી છે,

જો કમરસદ શહેરને મહાનગર પાલીકામાં સમાવેશ કરવામાં આવશે તો સરદાર પટેલની કર્મભૂમિ એવા કરમસદનું અÂસ્તત્વ ભૂંસાઈ જશે. જયારે ભવિષ્યમાં સરદાર પટેલ આણંદના હોવાનું યુવા વર્ગના મગજમાં ઘુસી જશે. આ બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યકરોએ એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા અને ચીટનીસને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

અગ્રણી મિથેલેશ અમીને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સરદાર પટેલની નામોનિશાન મિટાવવા માંગી રહી છે. જેના પગલે સરદાર પટેલના ઈતિહાસને મીટાવી દેવા માટે તેમની કર્મભૂમિ એવા કરમસદ મહાનગરપાલીકામાં સમાવેશ કરીને અÂસ્તત્વ જ ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદાર પટેલ સંકલ્પ સમિતિના સભ્યોએ કલેકટર કચેરીમાં સુત્રોચ્ચાર કરી કરમસદને મહાનગરપાલીકામાં સમાવેશ કરવામાં આવશે

તો ગ્રામજનો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પ્રસંગે સરદાર સંકલ્પ સમિતિના મિથીલેશ અમીન, મહર્ષિ પટેલ, અરવિંદભાઈ ગોર, ભાઈલાલભાઈ શીવાભાઈ સોલંકી, જગદીશભાઈ એમ સોલંકી, ઉમેશ પી. પટેલ, દીપાલીબેન ઉપાધ્યાય, હેતલ એન. પટેલ, ભાવેશભાઈ પટેલ સહિતે વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.