Western Times News

Gujarati News

સારી ઈમ્યુન સિસ્ટમ હોવી કેટલી જરૂરી છે, જો એ હશે તો જ મોટી મોટી બિમારીથી બચી શકાશે

આપણે જે વેફર્સ, સોફ્ટ ડ્રિંક્સ, રેટી ટુ ઈઝ મીટ, અથાણાં, બ્રેડ કે ચોકલેટ જેવી અનેક આઈટમ્સને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ગણવામાં આવ્યા છે.

એ તો એક જમાનો હતો જ્યારે ઘરે જ ચેવડો, સક્કરપારા, ચકરી, વઘારેલા મમરા કે ગોળપાપડી થતાં. બાકી, હવેની અલ્ટ્રા પ્રોસેસ્ડ મેક્સ જનરેશન પાસે સમય જ ક્યાં છે કે તેઓ આવું કશું બનાવે ? એટલે પછી એ જનરેશન અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાઈને દિવસો કાઢે છે!

પાછલા દિવસોમાં WHO દ્વારા બે રસપ્રદ રિપોટ્‌ર્સ રજૂ થયા. એક રિપોર્ટમાં એમ કહેવાયું કે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો તમાકુના સેવનમાં વિશ્વભરમાં અવ્વલ છે. તો બીજા ક્રમે યુરોપ આવે છે. જો કે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો તમાકુ સેવનમાં અવ્વલ હોવા છતાં ત્યાંના લોકોએ પાછલા એક દશકમાં તમાકુના સેવનમાં ઘટાડો કર્યાે છે. લોકો હવે પોતાના આરોગ્ય બાબતે સજાગ થવા માંડ્યા છે. How important it is to have a good immune system, if you have it, you can avoid major diseases

જેને કારણે પાછલા એક દાયકામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અલબત્ત, દુનિયાની વસતી એટલી બધી છે કે તમાકુ સેવનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં વિશ્વમાં દર વર્ષે આઠ મિલિયન લોકોના તમાકુને કારણે મૃત્યુ થાય છે, જેમાં એક મિલિયન જેટલા લોકો એવા છે, જેઓ નોન સ્મોકર્સ છે !

એટલે કે તમાકુ લેતા હો કે ન લેતા હો તો પણ તમાકુ ની આડઅસરો માથે મંડરાતી જ રહેતી હોય છે. પણ સારી વાત એ કહેવાઈ કે હવે લોકો ટોબેકો ફ્રી લાઈફસ્ટાઈલ તરફ પ્રેરાઈ રહ્યા છે. જો કે ડબ્લ્યુએચઓનો બીજો રિપોર્ટ કંઈક ચિંતાજનક છે, જેમાં કહેવાયું છે કે ભારતમાં પાછલાં વર્ષાેમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ અત્યંત વધ્યું છે. અને હવે ગ્રામીણ ભારતથી લઈ અર્બન વિસ્તારો સુધી પેક્ડ ફૂડની બોલબાલા છે!

હવે આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે શું ? તો કે જેમ દર વર્ષે લોન્ચ થતાં એક જ મોબાઈલને એક સરસ મજાની ટર્મ આપી દેવાય છે એક પેક્ડ ફૂડને પણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવાનું શરૂ કર્યું છે. આપણે જે વેફર્સ, સોફ્ટ ડ્રિંક્સ, રેટી ટુ ઈઝ મીટ, અથાણાં, બ્રેડ કે ચોકલેટ જેવી અનેક આઈટમ્સને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ગણવામાં આવ્યા છે. અલબત્ત, આ તમામ પ્રકારના ખોરાકને આકર્ષક અથવા સુગંધીદાર બનાવવા માટે એમાં રંગ, ફ્લે ર્સ, પ્રિઝર્વેટિવ્સ કે સિરપ્સ ઉમેરવામાં આવે છે એને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રોસેસ તરીકે ગણવામાં આવે છે.

હવે એ રિપોર્ટમાં એમ કહેવાયું છે કે ભારતીયોએ તેમના રોજના ભોજનનો દસ ટકા જેટલો હિસ્સો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને હવાલે કરી દીધો છે. એટલે કે જો આપણે ર૦૦૦ કેલરી લઈએ છીએ, તો તેમાં ર૦૦ કેલરી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાંથી મેળવીએ. અને મોકાણ ત્યાં થાય છે આ રીતે પોષકતત્ત્વો વિનાનો ખોરાક લેતા રહેવું આપણી ઈમ્યુન સિસ્ટમ પર અસર કરે છે.

આ રિપોર્ટમાં એક બીજી પણ મહત્ત્વની વાત કહેવામાં આવી છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અત્યંત એડિક્ટિવ ફૂડ છે. જેમ અમુક લોકોને અમુક ચોક્કસ સમયે ચા, અમુક ચોક્કસ સમયે સિવારેટ અને સાંજે સૂર્ય પશ્ચિમ તરફ ઢળવા માંડે એમ ગ્લાસ દેખાવા માંડે આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો રીતસરનો કેફ ચડે છે. અધૂરામાં પુરૂં આ ખોરાક લેવાતો હોય ત્યારે કેટલા પ્રમાણમાં લેવાય છે એનો ખ્યાલ રહેતો નથી.

આ કારણે શરૂઆત વજન વધવાથી થાય છે અને પછી એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયના પ્રશ્નો, સોરાયસીસ જેવી ચામડીની બીમારીઓ સુધી વાત પહોંચે છે. જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે જો સરખું સંશોધન થાય તો એમ પણ માલૂમ પડે કે ઉચાટ કે તણાવ જેવી માનસિક સ્મસ્યાઓમાં પણ આ પ્રકારનો પ્રિઝર્વ્ડ ખોરાક જવાબદાર હશે.

આમ તો ભારતમાં હવે લગભગ દરેક ઉંમરના લોકો આ પ્રકારનો ખોરાક લઈ જ રહ્યા છે, પરંતુ એમાંય ટીનેજર્સ અને નાના બાળકો હાઈ રિસ્ક પર છે. હવે તો બહારથી દહીં-છાસ આણવાં એ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યાંથી શરૂ કરીને ઘરે ભરાતા નાસ્તાના ડબ્બાઓમાં નેવું ટકાથી વધુ નાસ્તો પેક્ડ ફૂડનો હોય છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.