Western Times News

Gujarati News

તાંત્રિક વિધિના નામે દાગીના લઈને રફુચક્કર થઈ ગયેલ મદારી ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે મદારીનો ખેલ કરવા આવ્યા હોવાના દેખાવમાં એક પરિવારના ઘરે જઈને તમો જે દાગીનાઓ પહેરીને ફરો છો એના ઉપર ખરાબ નજરો લાગી છે અને હેરાન પરેશાન થઈ જશોની વાકચાર્તૂય ની તાંત્રિક વિધિમાં ચાંદીના દાગીનાઓ લઈને રફુચક્કર થઈ જનાર આ મદારી ગેંગના પાંચ આરોપીઓને કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સી.બી. બરંડાએ ગણતરીના કલાકોમાં હાંડીયા ચોકડી પાસેથી ઝડપી પાડીને મુદ્દામાલ રીકવર કર્યો હતો.

પ્રાત વિગતો અનુસાર કાલોલ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૧૨૪૦૦૭૮/૨૦૨૪ ઈ.પી.કો. કલમ- ૪૦૬,૪૨૦, ૩૪ ગુના માં મદારીના વેશમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ગામમાં મદારીનો ખેલ બતાવવા આવેલ અને ફરીયાદીના ઘરે જઈ તેઓને તમારા ઘરના માણસો જે દાગીના પહેરીને ગામમા ફરે છે. તેની ઉપર કોઇ ખરાબ નજર પડેલ છે. જેથી તમારા નાના છોકરાને તકલીફ થશે તેવુ કહી અમો આવી વિધી કરી આપીએ છીએ

તેમ કહી ફરીયાદને વિશ્વાસ આપી તેઓના ઘરમાં મુકેલ સોના ચાંદીના દાગીના ઉપર વિધી કરવી પડશે તેમ કહી છેતરપીંડી કરી વઈ ગયેલ હોય સદર ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન કાળીલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. સી.બી.બરંડા નાઓને હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ એનાલીસીસ થકી ચોક્કસ બાતમી હકિકત મેળલ કે મદારીના વેશમાં આવેલ ત્રણ ઈસમો તથા બીજા બે મળી કુલ પાંચ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે

અને તેઓ સવારના સમયે હાંડીયા ચોકડી પાસે ભેગા થઈ નજીકના ગામોમાં મદારીનો ખેલ બતાવવા જાય છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. બી.બી.કાતરીયા તથા સર્વેવન્સ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના ઈસમો આવતાં તેઓને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને પાંચેલ ઇસમોની અલગ-અલગ પુછપરછ કરતાં છેતરપીંડીથી લઈ ગયેલ

સોના ચાંદીના પૈકી ચાંદીના દાગીના આરોપી-રાજુનાથ ચતુરનાથ મદારી રહે. જુના હાંડીયા ગામ હાંડીયા ચોકડી પાસે તા-બાલાસિનોર જી-મહિસાગર નાઓના ઘરમાં સંતાડી રાખેલ છે તેવી હકિકત જણાવતાં બે પંચોના માણસો સાથે રાખી ઝ્રઇઁઝ્ર કલમ-૧૬૫ મુજબનો ઠરાવ કરી આરોપી-રાજુનાથ ના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં ચાંદીના દાગીનાનો નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા ગુન્હાના કામે કબજે લીધેલ છે.

આમ, કાલોલ પો.સ્ટે. ના વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુન્હાના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ફરીયાદી પાસેથી લઈ ગયેલ ચાંદીના દાગીનાની મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.