Western Times News

Gujarati News

સંજેલી તાલુકા મથકે ગોવિંદ ગુરુમહારાજની  પ્રતિમાના અનાવરણ કરવામાં આવ્યું 

સંજેલી :દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકા મથકે સૌપ્રથમવાર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું  આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી પ્રતિમાને ખુલ્લો મુકવામાં આવ્યો   સંજેલી તાલુકા મથકે ગુરુ ગોવિંદ મહારાજની 161 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આદિવાસી પરિવાર દ્વારા 20 મિ ને શુક્રવારના રોજ ગોવિંદ ગુરુ મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

ભીલ રાજના પ્રણેતા આદિવાસી સમાજના સુધારક ભગત ક્રાંતિના પ્રણેતા તેમજ સંપસભા માનગઢ ના સ્થાપક એવા ગુરુ ગોવિંદ મહારાજ કે જેમને અંગ્રેજો અને રજવાડા સામે આદિવાસિની સમાજના ક્રાંતિના બીજ રોપનાર રહેવા ક્રાંતિકારી સમાજ સુધારક ગોવિંદ ગુરુ મહારાજ ની  20 મિ ને શુક્રવારના રોજ 161 મિ જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા માં સૌપ્રથમવાર  સંજેલી તાલુકા મથકે આદિવાસી પરિવાર 10 ફૂટ ઉચી ગુરુ ગોવિંદ મહારાજની પ્રતિમાનું પારંપરિક વેશભૂષા ઢોલ નગારા ભજન નાચગાન સાથે સંજેલીખાટ સાહેબના શોપિંગ સેન્ટરથી આદિવાસી પરિવાર દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજીસંજેલીના મુખ્ય માર્ગ ઉપર ફરી  સંજેલી ખાતે આવેલા ગુરુ ગોવિદ ચોકમાં પોચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું  જેમાં તાલુકા જિલ્લા સહિત એમપી રાજસ્થાન ના આદિવાસી સમાજ ના વક્તાઓ તેમજ આગેવાનો સંજેલી તાલુકાના સરપંચો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.