Western Times News

Gujarati News

લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાથી આમિરખાન દુખી થયો હતો

મુંબઈ, ફિલ્મમેકર કિરણ રાવ આ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિરણે એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ પતિ આમિર ખાનની પાછલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ વિશે વાત કરી હતી. કિરણે કહ્યું કે, આ ફિલ્મની નિષ્ફળતાથી આમિર ખૂબ જ દુખી છે.

એક ઇન્ટરવ્યૂમાં કિરણે કહ્યું, ‘જ્યારે તમે તમારાથી બનતી સખત મહેનત કરો છો અને છતાં ફિલ્મ ન ચાલે ત્યારે તે ખૂબ જ નિરાશાજનક લાગે છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે પણ કંઈક આવું જ થયું. અને ચોક્કસ આમિર આનાથી ખૂબ જ દુઃખી થયો હતો.

અમને બધાને આની અસર થઈ કારણ કે એ પ્રોજેક્ટ કોવિડ-૧૯ જેવી મુશ્કેલીઓમાંથી પણ પસાર થયો હતો. આમિર માટે આ એક ડ્રીમ પ્રોજેક્ટ જેવું હતું કારણ કે તે બનાવતા પહેલા ૧૦ વર્ષ સુધી તેની Âસ્ક્રપ્ટના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

કિરણે વધુમાં કહ્યું, ‘જોકે, હું ખુશ છું કે જ્યારે આ ફિલ્મૅ્‌્‌ પર રિલીઝ થઈ, ત્યારે તેને સારો પ્રતિસાદ મળ્યો. સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ સારી પ્રતિક્રિયા આપી. મને એમ પણ લાગે છે કે આ ફિલ્મને વધારે તક નથી મળી. ખેર, અંતે આપણે બધાએ સત્ય સ્વીકારવું પડ્યું કે દર્શકોને આ ફિલ્મ ગમી ન હતી અને તે જોવા માગતા ન હતા.

આ દિવસોમાં કિરણ અને આમિર તેમની આગામી ફિલ્મ ‘લપતા લેડીઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન કિરણ દ્વારા કરવામાં આવ્યું છે અને આમિરે નિર્માતા છે.

૨૦૨૨માં રિલીઝ થયેલી આમિર અને કરીના સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મને પણ બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેનું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન ૬૧ કરોડ ૩૬ લાખ રૂપિયા હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ છે. આમાં તે બે વર્ષના બ્રેક બાદ એક્ટિંગ કરતી જોવા મળશે.
આ સિવાય તે કિરણની આગામી ફિલ્મ ‘લપતા લેડીઝ’નું પણ નિર્માણ કરી રહ્યો છે જે ૧ માર્ચે રિલીઝ થશે. આ બે ફિલ્મો સિવાય આમિર સની દેઓલ સ્ટારર ‘લાહોર ૧૯૪૭’ અને પુત્ર જુનૈદની ફિલ્મ ‘એક દિન’ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.