Western Times News

Gujarati News

મ્યુનિ. વ્યવસાય વેરા વિભાગે ર૩૧ એકમોને નોટિસ આપી રૂ.૧૩.૪૯ લાખની રિકવરી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલકત વેરા અને વ્યવસાય વેરાની વસુલાત માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મિલકત વેરાના બાકી લેણા વસુલ કરવા માટે દર શુક્રવારે ટ્રીગર ઈવેન્ટ કરવામાં આવે છે તેવી જ રીતે વ્યવસાય વેરા વસુલાત માટે જાન્યુઆરી મહિનાથી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે

જે અંતર્ગત ૧રમી ફેબ્રુઆરીએ ર૦૦ કરતા વધુ વ્યવસાય વેરા ધારકોને નોટીસ આપી ૧૩ લાખ કરતા વધુ વેરાની રિકવરી કરવામાં આવી છે. મ્યુનિ. પ્રોફેશનલ ટેક્ષ વિભાગ દ્વારા બાકી લેણા રિકવર કરવા માટે ઝોન દીઠ ૪ લેખે કુલ ર૮ ટીમો બનાવવામાં આવી છેઆ ટીમો પેટ્રોલપંપ, હોટેલ્સ, મલ્ટીપ્લેક્ષ વગેરે સ્થળેથી રૂબરૂમાં વ્યવસાય ન ભર્યો કે અપુરતો ભર્યો હોય તેની તપાસ કરી સ્થળ પર જ રૂપિયાની વસુલાત કરે છે.

મ્યુનિ. પ્રોફેશનલ વિભાગની ટીમોએ ૧ર ફેબ્રુઆરીએ અલગ અલગ પ૦ર સ્થળોએ તપાસ કરી હતી જેમાં મધ્યઝોનમાં ૧૦૩, ઉત્તર-પપ, દક્ષિણ-રર, પૂર્વ-૧૬૬, પશ્ચિમ-૬પ, ઉ.પ.-૭૪ અને દ.પ.૧૭ એકમોને રૂબરૂ તપાસ કરી હતી જેની સામે ટેક્ષ બિલકુલ ન ભર્યો હોય કે ઓછો ભર્યો હોય તેવા ર૩૧ એકમોને નોટીસ આપી હતી તથા ૧૩.૪૯ લાખની રિકવરી કરી હતી જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમાં રૂ.૭૧૪૧૯૮ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનની ટીમ દ્વારા ૩૯ વોર્ડમાં વોર્ડ દીઠ એક અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

આ ટીમો દ્વારા ઘાટલોડિયામાં દેવનારાયણ ઈલેકટ્રોનીકસ, એવન સ્કુલ, સુભાષચોક, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ત્રાગડ, બ્રિટીશ લાયબ્રેરી વસ્ત્રાપુર, પલાસ પાર્ટી પ્લોટ ઓગણજ, ધી ગ્રીન ડેઝટ પાર્ટી પ્લોટ ઓગણજ, શ્રી કાનચી શકરા સ્કુલ ગોતા, નવનીત હાઉસ ગુરુકુળ, પ્રકાશ હાઈસ્કુલ સત્તાધારી સોસાયટી વગેરેને નોટીસ આપી વ્યવસાય વેરો ભરવા માટે તાકીદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.