Western Times News

Gujarati News

પશુપાલન વિભાગ સંચાલિત દવાખાનાઓમાં ચાલી રહ્યા છે કૌભાંડો

પ્રતિકાત્મક

પશુઓના નામે દવા, ઈન્જેકશનો તેમજ મશીનરીમાં ગોટાળો-

વડોદરા, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ શહેરોમાં પશુઓની વિનામુલ્યે સારવાર માટેના દવાખાનાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. જોકે કેટલાક અધિકારીઓ ડોકટરો અને દવા-ઈન્જેકશનો તથા મશીનો વેચતી એજન્સીઓના સંચાલકો દ્વારા મુંગા પશુઓના નામે એકસપાયરી ડેટનીદવા અને ઈન્જેકશનો અથવા તો પ૦ ટકા જ દવા સપ્લાય કરી બારોબાર નાણાં ચુકવાઈ જતા હોવાનું એકાઉન્ટ જનરલના ઓડીટમાં બહાર આવ્યું છે. છતાં કોઈ પગલાં ભરાતા નથી. Scams are going on in the hospitals run by the animal husbandry department

પશુપાલન વિભાગ દ્વારા જીલ્લા કક્ષાએ વિનામૂલ્યે પશુઓને સારવાર મળી રહે તે માટે દવાખાનાઓને શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સરકારના આ આશય પર કેટલાક ડોકટરો અને દવા સપ્લાય કરતી એજન્સીઓના સંચાલકો પાણી ફેરવી દઈ પશુઓના નામે વાર્ષિક કરોડોની બેનામી કમાણી કરી રહયા છે.

ગુજરાત સરકારનું મહેસુલ વિભાગ હોય કે પોલીસ વિભાગ પરંતુ તે લોકો સાથે સીધો સંપર્ક ધરાવતું હોવાથી ત્યાં જરાપણ ગેરરીતિ થાયય તો તરત બહાર આવે છે. પરંતુ પશુપાલન વિભાગમાં ચાલતી ગેરરીતિઓની વિગતો બહાર આવ્યા પછી પણ લોકોનો સીધો સંપર્ક નહી હોવાથી તેની તપાસો પર પડદો પાડી દેવામાં આવતો હોય છે.

ગુજરાત સરકાર દ્વારા મુખ્ય શહેરોમાં પશુઓની ઈન્ડોર સારવાર અને ઓપરેશન કરીશકાય તેવી વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કરોડો રૂપિયાના ખર્ચે સોનોગ્રાફી મશીનો, એકસરે મશીનો સહીત અન્ય જરૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે. કેટલાક શહેરોમાં ડોકટરોના વલણને લીધે પશુઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરતા જ નથી. જેથી પશુ માલિકોને ખાનગી ડોકટર પાસે મોકલવાની ફરજ પાડવામાં આવે છે.

ગુજરાતના પશુ સારવાર દવાખાનાઓમાં દવાઓ અને ઈન્જેકશનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં એકસપાયરી થઈ ગયેલા ઈન્જેકશનો અને દવાઓધકેલી દેવામાં આવે છે. છતાં ફરજ પરના ડોકટરો તે ચલાવી લેતા હોય છે. એટલું જ નહી દવાઓના એક સરખા બંચ નંબર હોય પરંતુ એકસપાયરી ડેટ જુદી જુદી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. છતાં કોઈ કાર્યવાહી થતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.