Western Times News

Gujarati News

નવી સ્પોટ્‌ર્સ ક્લબ માટે કોઈ મંજૂરી જ નથી આપીઃ ઔડાનો હાઈકોર્ટમાં ખુલાસો

ચેખલા ગામે ક્લબના ડેવલપરને સત્તાવાળાઓએ નોટીસ પાઠવેલી

(એજન્સી)અમદાવાદ, જીડીસીઆરની જોગવાઈઓનો સરેઆઅમ ભંગ કરીને પશ્ચિમ અમદાવાદના છેડે ચેખલા અને વાંસજદા ગામ નજીક અધતન સુવિધા સાથેની આકાર પામવા જઈ રહેલી સ્પોર્ટસ કલબની વિકાસ પ્રક્રિયયા સામે ફરમાવેલો મનાઈ હુકમ હાઈકોર્ટે એક બહુ મહત્વના આદેશ મારફતે લંબાવી દીધો છે. ઔડા તરફથી હાઈકોર્ટ સમક્ષ બહુ મહત્વપુર્ણ ખુલાસો કરાયો હતો.

કે, ઔડા દ્વારાશ આ સુચિત સ્પોર્ટસ કલબના કોઈ નકશા મંજુર કરાયા નથી. તેના ડેવલપમેન્ટ કે બાંધકામ માટેની કોઈપણપ પ્રકારની પરવાનગી પણ આપી નથી. જેને ધ્યાનમાં લઈ જસ્ટીસ સંગીતા વિશેણે સુચીત સ્પોટસ કલબના ડેવલપમેન્ટ સામેનો સ્ટે લંબાવ્યો હતો. હાઈકઈોર્ટે અગાઉ હુકમમાં સ્પષ્ટ કર્યુું હુતં કે, પ્રસ્તુત કેસમાં વિવાદીત જમીન એ એગ્રીકલ્ચર-૧ ઝોનમાં આવી છે.

અને તેની પર સ્પોર્ટસ કલબજેવી કોમર્શીયલ પ્રવૃત્તિને મંજૂરી આપી શકાય નહી અને રાજય સરકાર, ઔડા, સ્પોર્ટ કલબ ઓફ ગુજરાત ડેવલપર શાંતિકૃપા એસ્ટેટ પ્રા.લી સહીતના સંબંધષીત સત્તાવાળાઓને નોટીસ જારી કરી તેઓનો જવાબ માંગ્યો હતો.

કેવ્યાના નૌરોબી ખાતે રહેતા એનઆરઆઈ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રીટ અરજીમાં એડવોકેટ કેટલાક મહત્વના મુદ્દાઓ હાઈકોર્ટના ધ્યાન પર મુકતાં જણાવ્યું હતુંકે અમદાવાદ જીલ્લાના કલોલ તાલુકાના ચેખલા ગામ વચ્ચે આવેલ જમીન પરની અધર સાઈડ સોસાયટીમાં અરજદાર પણ પોતાનો પ્લોટ ધરાવે છે.

તેમના પ્લોટની સામે સોસાયટીનો વિશાળ કોમન પ્લોટ આવેલો છે., જેની પર ડેવલપર દ્વારા આ વિવાદીત સ્પોર્ટ કલબ આકાર પામવા જઈ રહી છે. ડેવલપર શાંતિકૃપા એસ્ટેટ પ્રા.લી. દ્વારા ર૦૦૮માં આ પ્રોજેકટ માટે બિનખેતીની મંજુરી મેળવી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.