Western Times News

Gujarati News

સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અને બંધારણીય મૂલ્યોએ ઉત્તરાખંડ સરકારે ઘડેલા UCC કાયદાના અમલીકરણ સામે અવરોધક નહીં બને ?!

તસ્વીર ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી જે. એસ. ખેહર, જસ્ટીસ શ્રી ચેલમેશ્વર, જસ્ટીસ શ્રી એ. એસ. બોબડે, જસ્ટીસ શ્રી આર. એફ. નરીમાન, જસ્ટીસ શ્રી એ. એમ. સપ્રે, જસ્ટીસ શ્રી ડી. વાય ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી એસ. કે. કૌલ, જસ્ટીસ શ્રી આર. કે. અગ્રવાલ, જસ્ટીસ શ્રી એસ. એ. અબ્દુલનઝીરની ફુલ બેન્ચે ઓગષ્ટ-૨૦૧૭ માં સર્વાનુમતે ચૂકાદો આપીને બંધારણની કલમ-૨૧ માં વિશાળ અર્થઘટન કરતા વ્યક્તિ સ્વાતંત્રતાનો ભાગ ગણાવી વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર (રાઈટ ટુ પ્રાઈવસી) ને મૂળભૂત અધિકારનો દરજજો આપતા કોઈપણ સરકારને કે કોઈપણ વ્યક્તિને કોઈના અંગત જીવનમાં ડાકીયું કરવાનો અધિકાર રહેતો નથી.

જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે અવલોકન કરતા તે સમયે કહ્યું હતું કે, “રાજય જીવન કે સ્વતંત્રતા આપતું નથી અને બંધારણ પણ તે નથી આપતું કાઈપણ સભ્યપ્રદેશ, વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે”!! જયારે જસ્ટીસ શ્રી અભય મનોહર સપ્રેએ એવું અવલોકન કર્યુ કે, “વ્યક્તિગત ગુપ્તતા એ કુદરતી છે જેને વ્યક્તિથી ભિન્ન કરી શકાય નહીં. રાઈટ ટુ પ્રાઈવશીનો અધિકાર એ માનવી ને જન્મતાની સાથે મળે છે

અને મૃત્યુ સુધી અનંત રહ છે”!! જસ્ટીસ શ્રી સંજય કૌલે એવું અવલોકન કર્યુ છે કે, “કાઈની સાથે કેવી રીતે જીવવું એ નકકી કરવાની સ્વતંત્રતા ઘરના માલિકની છે”!! આમ સુપ્રિમ કોર્ટના ૯ ન્યાયાધીશોએ એક જ દ્રષ્ટિકોણ સાથે વ્યક્તિગત ગુપ્તતાના અધિકારને મૂળભૂત અધિકારનો દરજજો આપ્યો છે ત્યારે યુનિફોર્મ સિવીલ કોડની જોગવાઈ હેઠળ ઉત્તરાખંડ સરકાર લીવ-ઈન-રીલેશનશીપમાં રહેતા વ્યક્તિઓને પોતાના ગુપ્ત સબંધોને રજીસ્ટ્રેશન કરાવી જાહેર કરવાની ફરજ પાડી શકે ખરી ?! આ મુદ્દો પણ કાનૂની વિવાદનો મુદ્દો બની શકે તેમ છે !!

ત્યારે હવે ઉત્તરાખંડ સરકારે ધ્વનીમતથી પસાર કરેલો યુનિફોર્મ સિવીલ કોડ તો ૨૦૨૪ ની ચૂંટણી પહેલા અમલ કરી શકશે ?! તથા આ મુદ્દો ૨૦૨૪ ની ચૂંટણીમાં ભા.જ.પ.ને ફાયદો કરાવી શકશે ?! કે પછી આદિવાસી લોકો કે વિચરતી જાતિના લોકો કે પછી બૌદ્ધ, શિખ તેમજ કેન્દ્ર શાષિત પ્રદેશમાં વસતા ભારતીયો પોતાની પરંપરા ત્યજીને સમાન યુનિફોર્મ સિવીલ કોડ અપનાવશે ?! એ જોવાનું રહે છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ કરિશ્મા ઠાકોર દ્વારા)

બંધારણની કલમ-૧૩ બંધારણના મૂળભૂત અધિકાર સાથે સુસંગત ન હોય તેવા કાયદા ઘડવાની મનાઈ ફરમાવે છે જયારે બંધારણની કલમ-૧૪ એ કાયદા સમક્ષની સમાનતા અને તેના અમલીકરણની સમાનતાની વાત કરે છે ત્યારે સમાન સિવીલ કોડ કાયદો એ બંધારણમાં ફેરફાર કર્યા વગર કઈ રીતે અમલમાં આવી શકશે ?!!

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઈએ કહ્યું છે કે, “ધર્મ નિરપેક્ષ રાજય એક વ્યક્તિને તેના ધર્મથી અસબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે તે કોઈ અમુક ધર્મ સાથે જોડાયેલ હોતું નથી, તે ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તે તેમાં દખલ કરતું નથી”!! જયારે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે, “રાજય કોઈપણ એકાદ ધર્મ પ્રત્યે ધર્મ તરીકે વફાદારી દાખવતું ન હતું તે અધાર્મિક કે ધર્મિવરોધી ન હતું તે બધાં જ ધર્માેને સમાન સ્વાતંત્ર્ય બક્ષે છે”!!

ન્યાયમૂર્તિશ્રીઓએ ભારતના બિનસાંપ્રદાયિક બંધારણીય મૂલ્યોનું આ રીતે અર્થઘટન કર્યુ છે તેવી પરિસ્થિતિમાં ઉત્તરાખંડની રાજય સરકારે યુનિફોર્મ સિવીલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બીલ વિધાનસભામાં રજૂ કરીને અને ધ્વનિમતથી પાસ કરીને મહિલાઓ ઉપર થતાં અત્યાચારોનો અંત લાવવા દાવો કરાયો છે ! પરંતુ સમાન નાગરિક સંહિતામાંથી આદિવાસી સમાજને બાકાત રખાતા અને લીવ-ઈન-રીલેશનશીપથી રહેતા લોકોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાની જોગવાઈ કરીને આ બીલને બંધારણીય સમીક્ષા કરવાનો મુદ્દો ભારતીયોને આપી દીધો છે ત્યારે આ યુનિફોર્મ સિવીલ કોડ ભારતમાં લાગુ કરતા પૂર્વે બંધારણમાં ઉચિત ફેરફાર કરવા જરૂરી બની જાય છે નહીં તો કાયદાની અદાલતમાં આ બીલ કેટલું ટકી શકશે ?! એ ભવિષ્યમાં ખબર પડે ?!

ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવીલ કોડ વિધાનસભામાં પાસ કરીને પ્રજા સમક્ષ મુકયો છે એ ભા.જ.પ.ને ફાયદો કરાવી શકે કે નુકશાન ?!

ભારતના બંધારણની કલમ-૧૪ એ ભારતના રાજય ક્ષેત્રમાં “કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની વાત કરે છે, આનો અર્થ એટલો જ કે સરકાર
કોઈપણ કાયદાનું ઘડતર કરે ત્યારે તે કોઈ કોમ, જાતિ, જ્ઞાતિ વચ્ચે ભેદભાવ ઉભો કરી શકે નહીં સમાનતા અને આપખુદશાહી એ પરસ્પર વિરોધાભાષી બાબત છે”!!

સીપ્રિમ કોર્ટે મેનકા ગાંધી વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં બંધારણની કલમ-૧૪ નું વિશાળ અર્થઘટન કરવામાં આવ્યું છે આથી કોઈપણ સરકાર સમાનતાના આદર્શાેનો ભંગ થતો હોય એવો કાયદો રચી શકે નહીં. ઉતરાખંડ સરકરે યુનિફોર્મ સિવીલ કોડની રચનામાં આદિવાસી સમાજને આ કાયદાથી બાકાત રાખતા આ મુદ્દો કાનૂની જંગના મુદ્દો નહીં બની શકે ?!

બંધારણની કલમ-૨૫ એ દરેક ભારતીયોને ધર્મ પાળવાની અને અંતઃકરણના સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે. આ રીત હિન્દુઓ, શીખો, બૌદ્ધોને પોતાની ધાર્મિક પરંપરા મુજબ વર્તવાનો અને ઈબાદત કરવાની સ્વતંત્રતા ધરાવે છે ! તેવા સંજોગોમાં ધાર્મિક સ્વતંત્રતા સાથે જાડાયેલી કેટલીક સામાજીક પરંપરાનું ઉલ્લંઘન થાય એવો રાજય સરકાર કે કેન્દ્ર સરકાર કાયદો રચી શકે નહીં આ સંજોગોમાં બંધારણમાં જરૂરી ફેરફાર કર્યા વગર યુનિફોર્મ સિવીલ કોડ ભારતમાં વસતા જુદા જુદા ધર્મના લોકો ઉપર કઈ રીતે લાગુ થઈ શકે ?! આવો પણ એક સવાલ કાયદાવિદો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

બંધારણની કલમ-૧૩ અને ૧૩(ર) પણ એવું દર્શાવે છે કે, બંધારણના મૂળભૂત અધિકારો સાથ સુસંગત ન હોય તેવા કાયદા સરકાર ઘડી શકે નહીં અને જો ઘડે તો તે રદ થવા પાત્ર છે !! ભારતની સુપ્રિમ કોર્ટે ૧૯૭૩ માં કેશવાનંદ ભારતી વિરૂધ્ધ સ્ટેટ ઓફ કેરાલામાં બહુમતી બંધારણીય બેન્ચે એવું ઠરાવ્યું હતું કે “બંધારણની કલમ-૩૬૮ એ સંસદને બંધારણનું પાયાગત માળખુ કે આધારતંત્ર બદલી નાંખવાની સત્તા આપતો નથી”

તો તેવા સંજોગોમાં કોઈપણ રાજય સરકાર બંધારણના મૂળભૂત માળખાને કે મૂળભૂત અધિકારને અસર કરતો હોય એવું યુનિફોર્મ સિવીલ કોડનો કાયદો બંધારણીય સુધારા વગર રચી શકે કે કેમ ? તે ભારતની સુપ્રિમ કોર્ટની સમીક્ષાનો મુદ્દો બન્યો છે તેવું જાણકારોનું માનવું છે !!

ભારતમાં આદિવાસીઓની પરંપરા જુદી છે, ભારતમાં શીખ પરંપરા જુદી છે, ભારતમાં વિચરતી જાતિઓની પરંપરા જુદી છે તેવા સંજોગોમાં યુનિફોર્મ સિવીલ કોડ કાયદાએ વ્યાપક વિચાર વિમર્શ કર્યા વગર અમલમાં મુકશે તો તેનો વિરોધ થવાની શકયતા જોતાં કાયદાવિદો ?!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.