Western Times News

Gujarati News

૯૦ના દાયકામાં બોલીવુડને મળ્યા હતા ૩ નવા સુપરસ્ટાર

મુંબઈ, બોલીવુડના ૩ ધુરંધર સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને ૯૦ના દાયકામાં બોક્સ ઓફિસ પર કબજો કરી લીધો હતો. આજે અમે તમને ૯૦ના દાયકાની સૌથી વધુ કમાણી કનારી પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યાં છીએ, જે રિલીઝ થવાની સાથે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

હમ આપકે હૈં કૌન (૧૯૯૪): ૫ ઓગસ્ટ ૧૯૯૪ના રિલીઝ થયેલી સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ હમ આપકે હૈં કૌનને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ એક પારિવારિક ફિલ્મ હતી, જેને લોકોએ એટલી પસંદ કરી હતી કે તે ૯૦ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. રિલીઝની સાથે હમ આપકે હૈં કૌન બોક્સ ઓફિસ પર છવાઈ હતી અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ સલમાનને બોલીવુડનો સુપરસ્ટાર કહેવામાં આવ્યો હતો.

દિલવાલે દુલ્હનિયા લે જાઅેંગે (૧૯૯૫) ઃ તે એક મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ હતી. જે આદિત્ય ચોપરા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ તેના પિતા યશ ચોપરા દ્વારા બનાવવામાં આવી હતી.

૨૦ ઓક્ટોબર ૧૯૯૫ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં હતી. તેની રજૂઆત પછી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સર્વકાલીન બ્લોકબસ્ટર બની હતી અને ૯૦ના દાયકાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

રાજા હિન્દુસ્તાની (૧૯૯૬): ધર્મેશ દર્શન દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ એક નાના શહેરના એક કેબ ડ્રાઇવરની કહાની જણાવે છે, જેને એક ધનીક મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં આમિર ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

૧૫ નવેમ્બર ૧૯૯૬ના રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે ૯૦ના દાયકાની ત્રીજી સૌથી કમાણી કરનારી ફિલ્મ હતી.

બોર્ડર (૧૯૯૭): જેપી દત્તા દ્વારા લખાયેલી, નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં સની દેઓલ, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પુનિત ઈસાર અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો હતા.

તબ્બુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબાની મુખર્જી સહાયક ભૂમિકામાં હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે ૯૦ના દાયકાની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

કુછ કુછ હોતા હૈ (૧૯૯૮): આ એક સંગીતમય રોમાન્સ ફિલ્મ હતી, જે કરણ જોહર દ્વારા લિખિત અને નિર્દેશિત હતી અને તેના પિતા યશ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ તૈયાર થઈ હતી. તેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીની સાથે-સાથે સલમાન ખાન પણ વિશેષ ભૂમિકામાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પણ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ૯૦ના દાયકામાં ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.