Western Times News

Gujarati News

મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો

(એજન્સી)મહેસાણા, ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.

આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય, આ પહેલા પણ વરસાદમાં બ્રિજ ચાર વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે થીગડાં મારે છે. આ બ્રિજ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે ત્યારે વાંરવાર બ્રિજ તૂટવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્ર નક્કર પગલાં લેતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.