Western Times News

Gujarati News

પ્રાંતિજમાં જૂથ અથડામણમાં એકનું મોત: ૩૦ લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો

પૈસાની લેવડ દેવડ બાબતે ઇકો ગાડીમાં તોડફોડ કરીઃ ૧૭ સહિત ૩૦ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો

(પ્રતિનિધિ)પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડીયાર કુવા મોટા માઢ વિસ્તારમાં બુધવારની રાત્રીના સમયે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક ઇસમને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઇસમ ને સારવાર માટે લઇ જતા તેનુ મોત નિપજ્યું હતું બનાવ ને લઈ ને ફરીયાદ ના આધારે ૧૭ સહિત ૩૦ ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે

પ્રાંતિજના ખોડીયારકુવા મોટામાઢ વિસ્તારમાં બુધવારે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસના સમયમાં ૧૭ સહિત ૩૦ નાટોળાએ લાકડીઓ, લોખંડના પાઈપ અને પથ્થરો સહિતના પ્રાણઘાતક હથિયારો લઈને મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ઇકો ગાડીની તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી

ત્યારે ૧૭ સહિતના ૩૦ ના ટોળાએ મા-બહેન સામે ગાળો-બોલી રાજુકાન્તીભાઈ ભોઈ ને ખેંચીને લઇ જઈને લોખંડની પાઈપ રાજુભાઈના માથાના ભાગે મારી ગડદાપાટુનો મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈને રાજુભોઈને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામા આવ્યા જયા સારવાર મળે તે પહેલા રાજુભાઇ કાન્તીભાઈ ભોઇ નુ મોત નિપજ્યું હતું તો મૃતક ના પુત્ર બીપીનભાઇ રાજુભાઇ ભોઇ ને પણ ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના ચાલુ જાહેર નામા નો ભંગ કર્યો હતો તો ધટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાંતિજ-તલોદ પ્રાંન્ત અધિકારી , પ્રાંતિજ મામલતદાર સહિત નો કચેરી સ્ટાફ દોડી આવ્યો હતા અને જિલ્લા પોલીસ ને પણ ધટના ની જાણ થતા જિલ્લ પોલીસ પણ દોડીઆવી હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મૃતક નો પુત્ર બીપીન રાજુભાઈ ભોઈ એ પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ૧૭ લોકો સામે નામજોગ ફરિયાદ સહિત ૩૦ ના ટોળા સામે આઇપીસી કલમ – ૩૦૨ , ૩૨૩ ,૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૫૦૪ , ૫૦૬(૨), ૩૪ , ૪૨૭ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

૧૭ સહિત ૩૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાઇઃ એયાજમીયાં ઉર્ફે ભગત અયુબમીયાં કુરેશી , મુનાફ મિયા ભીખુ મિયા કુરેશી , અયુબ મિયા કુરેશી , રશીદ મિયા , ઇમરાન મિયા અયુબ મિયા કુરેશી , મકબુલ મિયા ભીખુ મિયા કુરેશી , જાની કમરુદીન , રઇશ મિયા મહેબુબ ખાન , ચાની કીટલી વાળો મલેક , સમીર જીમ વાળો , મત્રાન હારૂનભાઈ , નિસાર નો નાનો ભાઈ , રફીકભાઈ હનીફભાઈ ભટ્ટી ,નિસાર મિયા સિરાજ મિયા , બાબુભાઈ અકબરભાઈ , યુનુસ મિયા રાણા , ફિરોજ મિયા યાસીન મિયા સહિત ૩૦ માણસોનું ટોળું તમામ રહે ભટ્ટીવાળા અને જાંબુચોરા ,

પ્રાંતિજ , જિ.સાબરકાંઠા ફરિયાદ નોંધાઈ છે. મૃતકનો પરિવાર મૃતક ની લાશ લેવાનુ ના પાડતા પોલીસ અને તંત્ર દ્રારા સમજાવત કરવામા આવતા આખરે મૃતક ના પીએમ બાદ પરિવારે મૃતક ની લાશ લીધી ધટના ને લઈ ને પ્રાંતિજ બજારના વેપારીઓ દ્રારા બજાર બંધ રાખવામા આવ્યુ. જિલ્લા એસપી સહિત પ્રાંતિજ પોલીસ કાફલા દ્રારા પોલીસ પેટ્રોલિંગ કર્યુ હતુ તો પ્રાંતિજ સે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો મૃતક ની સ્મશાન યાત્રા પોલીસ ના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નિકળી હતી અને મોટી સંખ્યા મા લોકો જોડાયા હતા. રાત્રી દરમ્યાન પાર્ક કરેલ ઇકો કાર ના કાચ પણ ફોડી નાખવામા આવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.