Western Times News

Gujarati News

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી

અમદાવાદ, ગુજરાતમાં વાતાવરણ ગત ડિસેમ્બર મહિનાથી પલટા ખાઈ રહ્યું છે. ક્યારે ઠંડી આવે, ક્યારે ગરમી આવે તે નક્કી નથી હોતુ. આ અઠવાડિયાથી ગરમીની શરૂઆત થશે તેવી આગાહી કરાઈ હતી. પરંતું હવે લાગે છે કે, ગરમી જલ્દી નહિ આવે.

કારણ કે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ સવારે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સવારે ઉપરાંત રાતે પણ ઠંડકનો અનુભવ થાય છે. જ્યારે બપોરના સમયે થોડા પવન સાથે ગરમીનો અનુભવ થાય છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

નવી આગાહી અનુસાર, એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ ૧૮થી ૨૦ ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે ૧૮થી ૨૦ ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં ૨૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. ૧૫ ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. ૧૮થી ૨૦ ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.

આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ ૧૫થી ૨૦ પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

ભારે પવનને કારણે ગઈકાલે જૂનાગઢમાં ગિરનાર રોપ વે થોડા સમય માટે બંધ કરાયો હતો. ભારે પવનના કારણે રોપ વે બંધ કરાયો હતો. જેના બાદ પવનની ગતિ ધીમી પડતા રોપવે ફરી શરૂ કરાયો હતો.

હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૭ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે.

તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.