Western Times News

Gujarati News

ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને બ્લેકમેલ કરવાનું કાવતરું રચનાર બિલ્ડર મથુરાથી ઝડપાયો

ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયાને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કારસો રચનાર પાંચ પત્રકાર સહિત આખી ગેંગને ઝડપી પાડવામાં આવી હતી- બોગસ એફિડેવિટ બનાવનાર યોગેશ ગુપ્તાને ઉત્તરપ્રદેશના મથુરાથી દબોચ્યો

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી 700 કરોડની જમીનનો વાંધો હતો જેમાં અનેક મોટા માથાઓ એટલે કે સિનિયર  આઈએસ અને આઈપીએસ અધિકારી કુદી પડ્યા હતા

અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ સિનિયર અધિકારી અને રાજ્યના ડીજીપી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કથિક મહિલા બળાત્કાર પ્રકરણ ચલાવ્યું હતું અને રાજ્યના ડીજીપીની છબી ખરાબ કરવાનું કામ હતું તે સંદર્ભમાં બિલ્ડર યોગેશ વસંતલાલ ગુપ્તા વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધ્યા હતા તે ઘણા સમયથી ભાગતો ફરતો હતો યોગેશ ને અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે અને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના ડીજીપી અને સિનિયર અધિકારી એવા આશિષ ભાટિયા વિરુદ્ધ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મહિલા બળાત્કારની કથિક સ્ટોરી ચલાવી હતી જે સંદર્ભે ભૂતપૂર્વ સિનિયર IPS અધિકારી વિરુદ્ધ ખોટી સ્ટોરી ચલાવવાનો ગુનો નોંધાયો હતો.

જેમાં તપાસ દરમિયાન બિલ્ડર યોગેશ રોશનલાલ ગુપ્તા ઉંમર 55 વર્ષ મોટેરા અમદાવાદ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું તેના વિરુદ્ધ અમદાવાદમાં ચાંદખેડા બળાત્કારની ગુના નોંધાયો હતો ગુજરાત યુનિવર્સિટી સોલા પોલીસ સ્ટેશન અને અમદાવાદ તથા ગાંધીનગર નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબના ગુના નોંધાયા હતા

આ સંદર્ભે ઘણા સમયથી ભાગતો ફરતો હતો તેમ જ અમદાવાદમાં ચાંદખેડા ખાતે ચકચારિક બળાત્કારના ગુનામાં વોન્ટેડ હતો આ બનાવ સંદર્ભે ગુજરાતમાં પોલીસ વિભાગમાં હડકમ મચી ગયો હતો અને આખરે સત્ય બહાર આવતા યોગેશ રોશનલાલ ગુપ્તાને ઝડપી પાડવા માટે રાજ્ય પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી પરંતુ ઘણા સમયથી હાથ લાગ્યો ન હતો.

આખરે અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજીન તપાસ હાથ ધરી હતી અને બિલ્ડર યોગેશ ગુપ્તાના ઇન્ટેલિજન હ્યુમન નેટવર્કથી અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો આજે બપોરે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલો શું હતો?

આ મામલો શું હતો એ જાણવા જેવું છે એક વર્ષ અગાઉ સિનિયર IPS અધિકારી અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નો તોડ કરવાનો પ્રયત્ન થયો હતો અને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા એક મહિલા એ આરોપ મૂક્યો હતો કે મારી સાથે દુષ્કર્મ કર્યું વાત બહાર આવતા તાત્કાલિક એટીએસ હરકતમાં આવી હતી.

ભૂતપૂર્વ આશિષ ભાટિયાને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કારસો રચનાર પાંચ પત્રકાર સહિત આખી ગેંગ ને ઝડપી પાડવામાં આવી હતી સમગ્ર તપાસ નો ધમધમાટ શરૂ થયા કેમકે આ ઘટના ગુજરાતના ડીજીપી દ્વારા દુષ્કર્મ થયેલ હોવા ફરિયાદનો પહેલો કિસ્સો હતો જેમાં તપાસમાં અન્ય તથ્યો બહાર આવ્યા હતા આ ઘટના કઈ જુદી જ હતી.

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી 700 કરોડની જમીનનો વાંધો હતો જેમાં અનેક મોટા માથાઓ એટલે કે સિનિયર  આઈએસ અને આઈપીએસ અધિકારી કુદી પડ્યા હતા અને આમાં લાડવો ખાવાની ઈચ્છા હતી પરંતુ આમાં ખેલાડીઓ વધારે હતા એટલે લાડવો ખાઈ શક્ય નહીં. ગાંધીનગરના પેથાપુરમાં એક મહિલા ફરિયાદ નોંધાવે છે આરોપી પણ પકડાઈ જાય છે પછી મહિલાએ ફરિયાદમાં એફીડેટ કરીને જણાવે છે કે dgp એ તેની પર બળાત્કાર કર્યો છે.

પહેલી ફરિયાદ અમદાવાદ ની જગ્યા પર ગાંધીનગરમાં નોંધાઈ હતી અને ત્યાર પછી અમદાવાદ જીરો નંબરથી મોકલી આપવામાં આવી હતી અમદાવાદની મહિલા પોલીસ એટલે ક્રાઈમ બ્રાન્ચ ની અંદર આવેલી મહિલા સેલે તપાસ શરૂ કરી છે ત્યારે સમગ્ર ઘટનાઓનો ભાંડો ફૂટે છે અને બળાત્કાર થઈ છે તે ચાંદખેડાનો બંગલો બિલ્ડર યોગેશ ગુપ્તાનો છે.

યોગેશ ગુપ્તાનો પાંચ રાજ્યના સિનિયર આઇએસ અને આઈપીએસ સાથેના રોકાણ હોવાનું કહેવામાં આવે છે યોગેશ ગુપ્તા પર હાથ નાખો પોલીસ માટે અઘરો હતો. છેલ્લા એક વર્ષથી યોગેશ ગુપ્તા ફરાર હતો અલગ અલગ કોર્ટોમાં આગોતરા જામીન માટે અરજી મૂકી હતી પરંતુ તેમને કોઈ જગ્યા પર સફળતા મળી ન હતી નામદાર કોર્ટ દ્વારા 70 નું વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું તેને ભાગેલું જાહેર કરવામાં આવ્યું હતું અને આખરે ઉત્તર પ્રદેશથી અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.