Western Times News

Gujarati News

EWSનો લાભ સમાજના બધા વર્ગોને આપવાની માંગ સાથે કોર્ટમાં અરજી

(એજન્સી)મધ્ય પ્રદેશ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (ઈડબલ્યુએસ) ક્વોટાનો લાભ સામાન્ય વર્ગના ઉમેદવારોને આપવાના મામલે નોટીસ ફટકારી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ૬ અઠવાડિયાની અંદર પોતાનો જવાબ રજૂ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં EWS ક્વોટાનો લાભ ફક્ત સામાન્ય કેટેગરીના ઉમેદવારોને જ મળે છે.

આ કેસમાં અરજદારની  દલીલ હતી કે સમાજના તમામ વર્ગોમાં ગરીબો હોય છે પરંતુ ફક્ત સામાન્ય વર્ગને જ ઈડબલ્યુએસનો લાભ આપવો અને બીજાને ન આપવો અન્યાય ગણાય છે. અરજદારની દલીલોમાં તથ્ય લાગતાં હાઈકોર્ટની ખંડપીઠે સીધી કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને તેમના જવાબની માગણી કરી હતી.

એડવોકેટ યુનિયન ફોર ડેમોક્રેસી એન્ડ સોશિયલ જસ્ટિસ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને છ અઠવાડિયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

અરજદારે એવી દલીલ કરી છે કે તમામ વર્ગો અને જ્ઞાતિઓમાં ગરીબોનું અÂસ્તત્વ હોવા છતાં ઇડબલ્યુએસનો લાભ માત્ર સામાન્ય વર્ગને જ આપવામાં આવે છે, જે અન્યાયી છે. અરજદારોના એક વકીલ રામેશ્વર પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ઇડબલ્યુએસ નીતિ અસંગત છે. અરજદારે કેન્દ્ર સરકારને બંધારણની કલમ ૧૫(૬) અને ૧૬(૬) હેઠળ પડકાર ફેંક્યો છે.

વર્ષ ૨૦૧૯માં ૧૦૩માં સુધારામાં બંધારણમાં કલમ ૧૫(૬) અને ૧૬(૬)નો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ એસસી, એસટી અને ઓબીસી અનામત હેઠળ આવરી ન લેવાયેલા લોકોને ૧૦ ટકા ઇડબલ્યુએસ અનામત પ્રદાન કરવાનો હતો.

બંધારણે એવી દલીલ કરી હતી કે ઓબીસી, એસસી-એસટીને લાભમાંથી બાકાત રાખવા જોઈએ. અરજદારનું કહેવું છે કે ઇડબ્લ્યુએસ નીતિ કલમ ૧૪ની વિરુદ્ધ છે. એટલું જ નહીં, ઇડબલ્યુએસ અનામત એક વિશેષ અનામત છે, જે ગેરબંધારણીય છે, જે જાતિના આધારે ગરીબો સાથે ભેદભાવ કરે છે. પ્રારંભિક સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.